________________
અણગારનાં અજવાળા ]
[ ૨૧૫ તે સમયે પૂ.શ્રીનો લીલમબાગ ૮૬-૮૬ સતીજીઓની સુરભિથી મહેકતો હતો. પૂ.શ્રીના સંદેશાઓમાંનો એક :
“જે કાંઈ શક્તિ અને સફળતા તમે ઇચ્છો છો તે તમારામાં જ છે, તમારે જ પ્રયાસ કરવાનો છે. જાગો, ઊઠો, ઊભા થાવ. અટકો નહીં. જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગીરથ પ્રયત્ન કરવાનો છે. બેસી રહેવાનું નથી. તમે આના ઉપર ખૂબ વિચારજો. આપણે સરદાર, કેપ્ટન ન બની શકીએ તો સૈનિક થવું.”
આપને અમારાં અગણિત વંદન હો!
આસક્તિની બે બાજુ લાલસા અને વાસના-તેને ધીર પુરુષ દૂર કરે. આસક્તિ જ બંધન છે એમ જાણી એનાથી પર રહેવા મથે છે તે મહામુનિ છે અને તેજ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધીને એકાન્ત પ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમ્યજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરામાંથી મુક્ત થાય છે.
અંબરમાં ઊગ્યો એક ધ્રુવતારો બા. બ્ર. પૂ. શ્રી તારાબાઈ મ.સ.
[લીંબડી ગોપાલ સંપ્રદાય નામ : તારાબહેન. માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી. જન્મ : સં. ૧૯૮૪ના વૈશાખ સુદ ૮, નાગનેશ મુકામે. પ્રવજ્યા : સં. ૨૦૦૪, મહાવદ પાંચમ, સોમવાર, ૨૦ વર્ષની ઉંમરે. દીક્ષા ગુરુ : પૂ. શ્રી કેશવગુરુજી અને ગુરુણી : લીલમબાઈ મ.સ. દીક્ષા સ્થળ : વઢવાણ શહેર. કાળધર્મ : વૈશાખ વદ છઠ્ઠ શનિવારે ૯-૦૦ કલાકે સંથારા સહિત.