________________
૨પ૬ ]
[ અણગારનાં અજવાળા આ બાજુ આવે તો સારું. અન્યોન્ય પ્રેમને લીધે બોટાદ સંપ્રદાયે ચાર પૂ. મહાસતીજીઓને એવી રીતે ગોંડલ મોકલ્યા કે આ સાધ્વીજીઓ તેમજ તેમનો પરિવાર ત્યાં ઊભો થાય અને તેઓ ગોંડલ સંપ્રદાયના ગણાય, પણ ત્યાર પછી બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંપ્રદાયનું તીર્થ બંધ પડ્યું.
એ દરમિયાન સ્વ. શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી મૂળચંદજી મ. સા., પૂ. શ્રી માણેકચંદજી મ. સા. વગેરે સંતો સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે બોટાદમાં સ્થિરવાસ રહેતા. બોટાદમાં ધર્મભાવનાની વૃદ્ધિ થતી ગઈ અને સંસારની અસારતા સમજાતાં ઘણી બહેનો દીક્ષા લેવા ઉત્સુક થઈ હતી, પણ પૂ. મહાસતીજીનો સુયોગ સાંપડેલો ન હોઈ જોગાનુજોગ જે ગોંડલ સંપ્રદાયને બોટાદ સંપ્રદાયે વર્ષો પહેલાં આર્યાજીઓને સોંપી દીધેલો તે જ ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ની નિશ્રામાં બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થ સાધ્વીસંઘની સં. ૨૦૧૭માં બા.. મંજુલાબહેન, ચંપાબહેન, બા. બ્ર. સવિતાબહેન તેમજ બા. બ્ર. સરોજબહેનની દીક્ષા થઈ. આમ બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થમાં સાધ્વીતીર્થનો જન્મ થયો.
जाए सद्धाए णिक्खनो तमेव ।
અમુપાનિયા વિહેતા વિનોતિયા (આચારાંગજી) સાધક જ શ્રદ્ધાથી સાધના માર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે.
આવું જ કંઈક બન્યું. અરુણાબહેનના જીવનમાં. બચપનથી જ લગ્નજીવનને ભયંકર બંધન ગણતાં. તેમાં પૂ. શ્રી નૂતન-પીયૂષ ગુરુદેવને વહોરાવવામાં આવેલ ફાકીના કાગળ ઉપર “અબલા જીવન હોય, તેરી યહી કહાની”ના અંકિત થયેલા વાક્યમાં સૂર પુરાવતાં બોલી ઊઠ્યા કે “આ સાચી વાત છે.” સ્ત્રીઓએ અબળા નહીં પણ સબળા બનીને રહેવું જોઈએ અને સ્ત્રી સ્વાતંત્ર્યારક્ષા અને વિકાસને લગતા વિચારો તેમજ સ્ત્રીઓનાં લગ્નજીવનનાં ઘોર બંધનો અને વિકાસના અવરોધ વિષેનાં વિચારો તો એમના હૃદયમાં અંકુરિત થઈને પડેલા હતા.
તેમનો જન્મ સં. ૧૯૯૯ના વૈશાખ સુદ ૧ના રોજ પિતાશ્રી