________________
અણગારનાં અજવાળા ]
[ ૨૫૫
વ્યવહારિક અભ્યાસ : શાળાનો મેટ્રીક સુધી, રાષ્ટ્રભાષા કોવિદ, સંસ્કૃત ભૂષણ, સંગીત.
તેઓના પુસ્તકો પ્રતિક્રમણની પ્રશ્નાવલિ પ્રગટાવે દિલમાં દીપાવલી’, ‘ભક્તિ આપે મુક્તિ', ‘સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', પાંસઠિયાની અનાનુપૂર્વિ', ‘દેવતા’, ‘વિશ્વાસે તરી ગયા વહાણ', ઝેર તો પીધા જાણી જાણી', ‘વાદળાની કોર રૂપાળી', ‘શમણાનો સંસાર’.
“મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સદ્વિચારના દીપક સિવાય ન જઈ શકે. સદ્વિચારનું એક કિરણ જીવનમાં એવી જ્યોત જગાવી દે છે જે અનેક કાળનાં અજ્ઞાન અને મોહનાં તિમિરને વિખેરી નાખે છે...”
જ્યારે કોઈપણ પૂ. સંતો કે સતીજીઓ વિષે લખવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમના ભૂતકાળમાં એક ડૂબકી મારવાનું મન થાય. પાછલાં વર્ષોના ઇતિહાસના પાના ઉપર એક નજર માંડવાનું મન થાય. કેવો હતો એ સમય? સંપ્રદાયોનો જન્મ કેવી રીતે થયો?
પાંચમાં મહાન સુધારક પૂ. શ્રી ધર્મદાસસ્વામીજી સં. ૧૭૫૮માં ૨૨ શિષ્યોને પાછળ છોડી કાળધર્મ પામ્યા. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેઓએ જૈનધર્મની સુંદર પ્રભાવના કરી. અને તેઓ તે ૨૨ જુદા જુદા સંપ્રદાયથી ઓળખાયા તેમના શિષ્યાનુશિષ્ય પરિવારમાંથી પૂ. શ્રી ડુંગરશીસ્વામી ગોંડલ તરફ વિચરતા તેમજ ત્યાં જ શિષ્યાનુશિષ્ય થતાં ગોંડલ સંઘાડાની ઉત્પત્તિ થઈ. તેવી રીતે પંડિતરત્ન પૂ. શ્રી જશાજી મ. સા. શારીરિક અસ્વસ્થતાને કારણે બોટાદમાં સ્થિરવાસ થતાં બોટાદ સંપ્રદાયની શરૂઆત થઈ.
તે સમયે એક દંપતી શ્રી ભૂખણભાઈ અને તેમના પત્ની લાડુબાઈએ પૂ. શ્રીના પ્રવચનથી પ્રભાવક થઈ દીક્ષા લઈ સૂત્રો-સિદ્ધાંતોનો ખૂબ અભ્યાસ કર્યો અને તેમને ઘણી શિષ્યાઓ થઈ. તે સમયે ગોંડલથી પ્રેમભર્યા પત્રો આવતા કે તમારાં આર્યાજીઓ વિદ્વાન હોવાથી તેમને ગોંડલ મોકલો તો અહીંની ગોંડલની બહેનો વૈરાગ્ય લેવાના ભાવે રાખે છે તો લાડુબાઈ જેવાં