________________
૨૫૪ ]..
[ અણગારનાં અજવાળા માત્ર છ દિવસમાં જ તેઓએ “બૃહત્કલ્પસૂત્ર' કંઠસ્થ કરી લીધું અને ઘણા જ અપ્રમત્તભાવે શાસ્ત્ર, સ્વાધ્યાય અને વાચનાદિમાં તેઓ રત રહેતાં. જો કે તેમની સ્વાથ્યની પ્રતિકૂળતા ઘણી વખત વધતી જતી હતી.
અંતિમ પ્રયાણ : સં. ૨૦૨૬થી તેમનું દર્દ વધવા લાગ્યું, તેનું આક્રમણ વધવા લાગ્યું. ડૉક્ટરોના પ્રયત્નો પણ નાકામિયાબ નીવડવા માંડ્યા. પૂ.શ્રીની અનિચ્છા છતાં તેમને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. પૂ.શ્રીએ પોતે તો આત્માની ભીતરમાં ભવ્ય સમતાના ભાવને ઘૂંટી જપ અને જાપમાં પોતાની જાતને જોડી દીધી હતી. અને વહેલી સવારે પોણા છ વાગે એ પંખીડું ૨૭ વર્ષની ભરયુવાનીમાં દેહપિંજરને છોડીને મુક્તગગનમાં ઊડી ગયું. આપને અમારાં અગણિત વંદન હો!
“અજાણ્યા તરીકે હું તારે કિનારે ઊતરેલો, મહેમાન થઈને હું તારા ઘરમાં રહેલો હવે મિત્ર બનીને તારા દ્વારેથી વિદાય લઉં છું,
હે ધરતીમાતા!”
અરુણોદય બા. બ્ર. પૂ. શ્રી અરુણાબાઈ મ.સ.
[બોટાદ સંપ્રદાય] નામ : અરુણાબહેન. માતાપિતા : શ્રી ઝવેરીબહેન લલ્લુભાઈ હરિચંદ વસાણી. જન્મ : સં. ૧૯૯૯, વૈશાખ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૨૨ વસંત પંચમી. ગુરુજી પૂ. શ્રી અમીચંદ્રજી મ.સ.ની નિશ્રામાં. તપ : ૧૦ વર્ષની ઉંમરે એકાસણાનો વર્ષીતપ.