________________
અણગારનાં અજવાળા ]
[ ૨૫૭ લલ્લુભાઈ હરિચંદ વસાણીને ત્યાં માતુશ્રી ઝવેરીબહેન રાયચંદ ગોપાણીની કૂખે થયો હતો. ઉછેર પણ લાડકોડમાં થયેલો હતો. તેમને મોજશોખનું જબરું આકાર્ષણ હતું. સામે ધર્મભાવના એટલી પ્રબળ હતી. ૧૦ વર્ષની બાળવયે એકાસણાના વરસીતપની આરાધના કરી હતી. સ્ત્રીઓની ગુલામી” વિષેના નિબંધમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જૈનશાળામાં ધાર્મિક ગીતો તેમજ સંવાદો તેમજ કોલેજિયન જીવનનાં પાત્રો ભજવતાં. સંવાદનાં અંતમાં ધર્મવિમુખ પાત્રો ધર્માભિમુખ બની જતાં. તે સમયમાં પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા. આશીર્વાદ એવા આપતા કે તમારો અભિનય તમારો આચાર બની રહો. જીવન વિસંવાદી નહીં પણ સંવાદી બની રહો. અરુણાબહેનને પરમાર્થ છાપાનાં પરમાર્થ ભાવનાનો ભાવ સમજાવેલો, સ્વ-પરના કલ્યાણ માટે પરમાર્થની ભાવનાને મૂર્તિમંત કરવા માટે સંયમ ધર્મની મહત્તા સમજાવી હતી. તેઓ કાવ્ય પણ લખતાં.
અભિનય બન્યો આચારઃ પૂ. શ્રી ગુરુદેવો તેમજ ગુરુણીજીઓની પ્રેરણાનાં પીયૂષ પીતા પીતાં કુટુંબીજનોને સમજાવી તેમણે સં. ૨૦૨૨ના વસંત પંચમીના રોજ બોટાદ મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી ત્યારે અણગાર બનેલાં પૂ. શ્રી અરુણાબાઈ મ.સ.ને નિહાળી પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા.ના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે “અભિનય આજે આચાર બને છે.” દરિયાપુરી સંપ્રદાયનાં પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ.ને નિહાળીને નાનકડાં મહાસતીજી બનવાનાં ભાવો એમણે ખરેખર દીક્ષા લઈને પૂર્ણ કર્યા. બોટાદ સં.માં પ્રથમ ચાર બહેનોની દીક્ષા પ્રસંગે કરેલાં ૨૫૦ વ્રતપ્રત્યાખ્યાનો તેમનાં સાર્થક થયાં.
તેમણે નાની મોટી તપસ્યાઓ ઘણી કરી છે. તેમણે શાળાનો મેટ્રિક સુધી ઉપરાંત રાષ્ટ્રભાષા કોવિન્દ્ર તેમજ સંસ્કૃત ભૂષણની, સંગીતની પ્રારંભિક પરીક્ષાઓ પસાર કરેલી છે.
બોટાદ સંપ્રદાયમાં આગળ જોયું તેમ ચાર બહેનોની દીક્ષા થઈ બાદ પૂ. શ્રી મધુબાઈ મ.સ. છઠ્ઠા પૂ. શ્રી સરોજિનીબાઈ મ.સ., સાતમા પૂ. શ્રી રસીલાબાઈ અને આઠમો નંબર પૂ. શ્રી અરુણાબાઈનો હતો.
પહેલેથી જ તેમને વાચન, મનન, ચિંતન, પાચનનો શોખ હતો તે