________________
અણગારનાં અજવાળા ].
[ ૧૧ નાના-મોટા ૨૨ સંપ્રદાયો વિલીન થયા છે. ઉપપ્રવર્તક પૂ. રાજેન્દ્રમુનિજી, ઉપાધ્યાય કનૈયાલાલજી કમલ', વરિષ્ઠ પ્રવર્તક રૂપચંદજી મ.સા., ઉપપ્રવર્તક પૂ. શુકન મુનિજી, સલાહકાર પૂ. રતનમુનિજી, તપસમ્રાટ પૂ. સહજમુનિજી યુવાચાર્ય ડૉ. શીવમુનિજી મ.સા.નો સમાવેશ થાય છે.
ગોંડલ સંપ્રદાય
આચાર્ય ડુંગરસિંહજી મહારાજથી ગોંડલ સંપ્રદાયની શરૂઆત થઈ. તેઓ સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના વતની હતા. સં. ૧૮૧૫માં પૂ. રત્નસિંહજી મહારાજ સાહેબની પાસે દીક્ષા ગ્રહણ કરી. નિદ્રાવિજેતા, પૂ. ડુંગરસિંહમુનિએ સૌરાષ્ટ્રમાં જૈન ધર્મની ખૂબ જ પ્રચાર કર્યો.
તેમના શિષ્યો દ્વિતીય પટ્ટધર પૂ. ભીમજીસ્વામી, તૃતીય પટ્ટધર પૂ. નેણશી સ્વામી, ચતુર્થ પટ્ટધર પૂ. જેસીંગજી મહારાજ, પંચમ પટ્ટધર શ્રી દેવજી મહારાજ. તેમના શિષ્યો પૂજ્ય જયચંદ્રજી મહારાજ, પૂ. તપસ્વી માણેકચંદજી મહારાજ, તથા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ તથા તપસમ્રાટ પૂ. રતિલાલજી મહારાજ થયા. વર્તમાને હાલ ગોંડલ સંપ્રદાયના પૂ. જયંતિલાલજી મહારાજ, પૂ. ગિરિશચંદ્રજી મહારાજ, પૂ. જશરાજજી મહારાજ, પૂ. જનકમુનિજી મહારાજ, પૂ. જગદીશમુન, પૂ. ધીરજમુનિજી, પૂ. નમ્રમુનિજી મ.સા. સંતો તથા સાધ્વીઓમાં પૂ. સરમરતબાઈ, પૂ. જયાબાઈ, પૂ. સૂર્યવિજયબાઈ, પૂ. ગુલાબબાઈ, પૂ. પ્રાણકુંવરબાઈ, પૂ. લલિતબાઈ, પૂ. મુક્તાબાઈ, પૂ. લીલમબાઈ, પૂ. હીરાબાઈ, પૂ. નર્મદાબાઈ, પૂ. ભાનુબાઈ આદિ સતીવૃંદ વિચરણ કરી રહેલ છે.
ગોંડલ સંઘાણી સંપ્રદાયમાં પૂ. નરેન્દ્ર મુનિજી મ.સા., આદિ સંતો અને પૂ. શ્રી વનિતાબાઈ, પૂ. રાજેશ્વરીબાઈ આદિ સતીવૃંદ વિચરણ કરી રહેલ
અ. ભા. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સમ્પ્રદાયોના પ્રમુખ સંઘ નાયકોની નામાવલી :