________________
૧૦ ]
[ અણગારનાં અજવાળા સંતો પણ વિહાર કરતા ગયા. વિશાળ મંદિરો-ઉપાશ્રયોનાં નિર્માણ થયાં. દિગંબર સમાજ ત્યાં અસ્તિત્વ ધરાવતો હતો જ. શ્રવણ બેલગોડા જેવા મહાન તીર્થોની સ્થાપના થવાથી દક્ષિણમાં પણ જૈનધર્મનો સારો ઉદ્ઘોષ થયો. આ બધી પૃષ્ઠભૂમિમાં દરેક સંપ્રદાયો, ગચ્છો, ઉપગચ્છો, આચાર્યો અને સાધુસંતો એક-બીજાની સ્પર્ધાથી કામ કરતાં હતા, તેને કારણે નાના નાના ગચ્છો થયા પરંતુ તેને કારણે સમાજને કાંઈ નુકશાન થયું નથી. ભારતવર્ષના અન્ય ક્ષેત્રોમાં જૈનધર્મનો પ્રાદુર્ભાવ થયો. જૈન શ્રાવકો વ્યાપાર નિમિત્તે બહાર નીકળતાં મુંબઈ, મદ્રાસ, દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, કાનપુર, ઈન્દોર, કલકત્તા વિ. સ્થળોએ જૈનધર્મનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે.
ભારત બહાર પણ આફ્રિકા, એશિયામાયનોર, સિંગાપુર, ઈગ્લેંડ, અમેરિકા, અખાતના દેશોમાં પણ જૈનધર્મીઓ વસ્યા છે.
ભારત બહારમાં કેટલાક ક્રાંતિકારી સાધુઓ સંપ્રદાયના બંધનથી મુક્ત થઈ આકાશમાર્ગે વિદેશ જઈ આવ્યા પરંતુ હજુ સુધી સમાજમાં તેની પૂર્ણ પ્રતિષ્ઠા થઈ શકી નથી.
જ્ઞાનગચ્છઃ પૂ. સમર્થમુનિ મહારાજના સંઘાડાને જ્ઞાનગચ્છ કહે છે. પૂ. ચંપાલાલજી મ.સા., પૂ. પ્રકાશમુનિ મ.સા., પૂ. ઘેવરચંદજી મ.સા., પૂ. મહાત્માજી (જયંતમુનિ) મ.સા. તથા જ્ઞાનગચ્છાધિપતિ પૂ. ચંપાલાલજી મ.સા., પૂ. ત્રિલોકમુનિ.
પૂ. મગનકુંવરજી, પૂ. ભીખમકુંવરજી, પૂ. આનંદકુંવરજી, પૂ. ભંવરકુંવરજી આદિનો સતીવૃંદમાં સમાવેશ થાય છે.
- સાધુમાર્ગીય સંપ્રદાય : પૂ. હુકમીચંદજી મહારાજસાહેબના સંઘાડાને સાધુમાર્ગીય સંપ્રદાય કહે છે.
પૂ. નાનાલાલજી મહારાજ સાહેબ, પૂ. સંપતમુનિજી, પૂ. જ્ઞાનમુનિજી, આચાર્ય રામલાલજી મ.સા., હુકમગચ્છીય ક્રાંતિ સિંઘના આચાર્ય વિજયરામજી મ.સા, અને સાધ્વીઓમાં પૂ. પાનકુંવરજી, પૂ. ગુલાબકુંવરજી, પૂ. સરદાર કુંવરજી, પૂ. નાનુંકુંવરજી આદિ સતીવૃંદનો સમાવેશ થાય છે.
શ્રમણસંઘ-વર્તમાન આચાર્ય દેવેન્દ્રમુનિજીની નિશ્રાના આ સંપ્રદાયમાં