________________
૧૮૬ ]
[ અણગારનાં અજવાળા સં. ૧૯૯૫ની સાલમાં મહા સુદ પાંચમને બુધવારના રોજ અમદાવાદ મુકામે છીપાપોળથી તેમની મહાભિનિષ્ક્રમણની યાત્રા નીકળી. નાની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરી ગુરુ-ગુરુણીની આજ્ઞામાં, સેવા-વૈયાવચ્ચે અને જ્ઞાનધ્યાનમાં સમાઈ ગયાં. અગિયાર સિદ્ધાંતો, સો થોકડા, સક્ઝાયો, કથાઓ વાર્તાઓ તેમણે કંઠસ્થ કરી લીધાં. પૂ. શ્રી નાથીબાઈ મ.સ.ની સેવામાં એકધારા ૧૪ વર્ષ સુધી શાહપુરમાં તેમણે સ્થિરવાસ કર્યો. પૂ. શ્રી નાથીબાઈ મ.સ.ના કાળધર્મ પામ્યા પછી સં. ૨૦૩૩ ભાદરવા વદ ૧૧ને દિવસે પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.એ સતત ૨૦ વર્ષ સુધી ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કર્યું. જ્ઞાનીને માટે વધુ જ્ઞાન મેળવવા માટે જ્ઞાનના સીમાડા સંકુચિત નથી હોતા. પોતે એવા જ્ઞાનપિપાસુ આત્મા હતાં કે જ્યાંથી જ્ઞાનનો પ્રકાશ લાધતો ત્યાંથી તે પૂરતાં આદર સહિત મેળવી લેવાનો પ્રયાસ કરતાં પણ તેમાં કચાશ ન રાખતાં.
તેમના જીવનમાં આવતા પરિષદો અને ઉપસર્ગોને ઉમંગભેર વધાવતાં, સ્વીકારતાં, ભેટતાં પણ તેમાંથી પાછા ન પડતાં. તેઓ વડોદરા ભણી વિહાર કરી રહ્યા હતાં ત્યારે જ તેમના શરીરના સ્વાથ્યએ તેમને સાથ આપવાનું છોડ્યું હતું, તે વિહાર સમયે આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. પણ પદમણા પહોંચતા જ વરસાદ તૂટી પડ્યો. ધરતી અને આકાશ જાણે એક થઈ ગયા, બધે જ પાણી ભરાઈ ગયાં હતાં. વિશ્રામ કરવા માટે કોઈ સ્થળ દેખાતું ન હતું. છેવટે સર્વે પૂ. સાધ્વીજીઓ પૂ. જસવંતીબાઈ મ.સ.નાં મક્કમ નિર્ધાર સાથે એક બીજાના હાથનાં અંકોડાઓ ભેરવી છાણી સુધી વિહાર કર્યો. પોતે તર્યા અને બીજાને તાર્યા
વડોદરા પહોંચતાં પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની તબિયત વધુ ખરાબ થતી ગઈ. ખોરાક લેવાતો બંધ થયો. તેમની અનિચ્છા સામે લુકોઝની બોટલ ચડાવવામાં આવી, પરંતુ સંવત્સરીના ઉપવાસ અને લોચ સમયે પોતે હિંમત હાર્યા ત્યારે લોચ માટે પ્રવીણાબહેન સી. શાહને બોલાવ્યાં. જાણે માતાનો મમતાળું હાથ ફરતો હોય તેમ તેમણે લોચ કરી આપ્યો. પૂ. શ્રી ખૂબ ખુશ થયાં અને તેમની ઉપર ઉરની આશિષ વરસાવી. છેવટે પૂ. શ્રી મોટા ગુરુદેવની હિંમત અને આજ્ઞાઓ આપતી ચિટ્ટીએ તેમનામાં પ્રાણ પૂર્યા.
દિવસેદિવસે તેમની તબિયત વધુ ખરાબ થતી ગઈ, પણ તેમનું અંતર