________________
૧૪૮ ]
[ અણગારનાં અજવાળા આધાર પર કરવામાં આવેલ કર્મ જે ભગવાનને અર્પિત છે તે કર્મ પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામીની ભક્તિ અને સાધના બની ગયાં અને દિવ્ય રાહ તરફ વળી મૃત્યુની દિવ્યતાને પામી ગયાં.
આ છે અણગાર અમારા....આપને અમારા કોટિ કોટિ વંદન હજો.
એક મઘમઘતું ફૂલ બા. બ્ર. પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ.
[અજરામર સંપ્રદાય નામ : પ્રમીલાબહેન. દિક્ષા નામ : પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. માતાપિતા : ઝવેરબાઈ હેમરાજભાઈ બોરીચા. સ્થળ : રાપર તાલુકો, ત્રબૌ ગામ. વ્યવહારિક જ્ઞાન : એસ. એસ. સી. પાસ. દીક્ષા : ૨૧ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૯-૨-૯૪.
जावजीव परीसहा उवसग्गा य संखाय । संबुड देहमेयाए इति पन्नें हियासए।। सब्बेड्डेहिं अमुच्छिए आउ-कालस्स पारए।
तिहकखं परमं कच्चा विमोहन्नयर हियं ।। આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે.
ગુલાબના બગીચામાં જઈને કહીએ કે સુગંધ નથી લેવી તો કેમ ચાલે! તેવી જ વાત છે. સ્થાનકવાસી જૈન સમાજની. તે સમાજ આજે અનેરી સુગંધથી મઘમઘી રહ્યો છે. તેમાંથી અનેક પુષ્પોની સુગંધ હું મેળવી રહી છું તે મારું પરમ અહોભાગ્ય છે. તેવી જ વાત છે લીંબડી અજરામર