________________
અણગારનાં અજવાળા ]
[ ૧૪૭ ૧૦૦ શિષ્યોનાં ગુરુણી કહેવાતાં. તેમના નામનો જ સંઘાડો ચાલતો. છેલ્લાં ત્રણ વર્ષ પગની તકલીફને કારણે લાકડિયા ગામમાં સ્થિરવાસ રહ્યાં. સમતાભાવ ઘણો-જે પાટ ઉપર બિરાજમાન હતા તે પાટ ઉપર જ રહ્યા. પરિષહો-ઉપસર્ગો સમતાભાવે સહેતાં. કોઈને તકલીફ નહીં પહોંચાડવાની. સ્વભાવ સરળ તેથી અનેક શિષ્યાઓ તેમની સેવામાં ખડેપગે. તેમનાં અંતેવાસી પૂ. શ્રી સૂરજબાઈ સ્વામી ત્રણ વર્ષ તેમની સાથે જ રહ્યાં.
છેલ્લા બે, ત્રણ દિવસ તેઓને પેટમાં દુખવા આવ્યું. ડૉક્ટરને બોલાવવાની, બતાવવાની તેમણે ના પાડી. આ તો હવે મારો છેલ્લો દુખાવો છે તેમ કહી પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને પોતાનાં કપડાં તૈયાર કરી રાખવાનું કહ્યું. તેમનામાં વચનસિદ્ધિ હતી. ભવિષ્યનાં એંધાણ તેઓ વર્તી શકતાં.
આયુષ્ય પૂર્ણ થવાના થોડા સમય પહેલાં પ્રમુખશ્રી ભૂજ તરફ જવાનાં હોઈ દર્શને આવેલ તેમને માંગલિક કહ્યું પણ જવાની ના પાડી. કોઈને અંતરાય ન આપવા અન્ય સતીજીઓ વાપરે તે માટે પોતે પણ વાપર્યું. અંતે તેમનો જીવનનો દીપ બુઝાતો જતો હતો. નવકારમંત્રની ધૂન જાપ વગેરે ધૂન ચાલુ હતાં. સવારે ૮-૩૦ વાગે દસ મહાસતીજીની હાજરીમાં સંથારાનાં પચ્ચખાણ કરાવવામાં આવ્યા. સારોયે સંઘ અને સમાજ હાજર રહ્યો હતો અને પૂ. ઝવેરબાઈ સ્વામીએ ૧૦-૧૦ વાગે પોતાની જીવનલીલા સંકેલી લીધી. દોઢ કલાકે તેમનો સંથારો નિપજ્યો અને અંતે તેમનો આત્મા પાંખો ફફડાવતો અંતિમયાત્રાએ ઊપડી ગયો.
આજે તેમની શિષ્યા પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. ૭૮ વર્ષની ઉંમરે ૫૯ વર્ષનાં પર્યાયધારી સાથે ૯૮ શિષ્યાઓ સાથે વિચારી રહ્યાં છે. તેમનામાં બિલકુલ અહમ્ નથી. પ્રભુતામાં લઘુતાનાં દર્શન થાય. જ્ઞાનપિપાસા ઘણી. આરાધનામાં મસ્ત રહે. તેમના અંતેવાસી વિદુષી અને વિચક્ષણ પૂ. શ્રી વિજ્યાબાઈ મ.સ. ૫૦ વર્ષનો સંયમપર્યાય ધરાવે છે. તેમની શિષ્યાઓનું ઘડતર, શિસ્ત, કલા વ. શીખવવાની તેમની અનોખી રીત એ તેમનું લીંબડી અજરામર સંપ્રદાયમાં અનોખું યોગદાન છે.
નિમિત્ત મળતાં આત્માના અવાજે ઉપાદાન તૈયાર થયું. આત્માના અવાજની દિશામાં કર્તવ્ય બજાવ્યું. અંતઃચેતનાથી જાગૃત થયેલો વિચાર, તેના