________________
અણગારનાં અજવાળા ]
| [ ૨૨૯ ખંભાત સમસ્ત સંઘે સ્વાધ્યાય, નવકારમંત્ર આદિ સંભળાવ્યા. પૂ. શ્રીએ અંતિમ સમય સુધી પોતાના આત્મસ્વરૂપમાં રમણતા કરી તેમના સજાગ બનેલા આત્માએ ચાર શરણા લઈ, સર્વ જીવોને ખમાવી મૃત્યુને મહોત્સવ માની તેમના કહેવા પ્રમાણે શરદપૂર્ણિમાની રાત્રિએ બાર વાગે તેમનો આત્મા પંડિત મરણે દિવ્યલોકની સફરે સિધાવી ગયા.
પૂ. શ્રી ગુરુણી શારદાબાઈ મ.સ.એ પૂ.શ્રીને પોતાની છાયામાં રાખી જ્ઞાનનું દાન આપી એક ઝળહળતું તેજસ્વી રત્ન તૈયાર કરી જૈનશાસનને ચરણે ધર્યું હતું.
વિરાટ પ્રતિભાનાં દર્શન
બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજી શુભનામ : કુમારી શારદાબહેન. માતાપિતા : શ્રીમતી શકરીબહેન વાડીભાઈ શાહ. અભ્યાસ : ગુજરાતી છ ધોરણ. દીક્ષા : સં. ૧૯૯૬ વૈશાખ સુદ છઠ્ઠ, સોમવાર, તા. ૧૩-૫-૧૯૪૦
સવારે ૮-૩૦ કલાકે, ૧૬ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ અને જન્મભૂમિ : સાણંદ (ગુજરાત) દીક્ષાદાતા ગુરુ : બા.બ્ર. પૂ. ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાદાત્રી ગુણી : પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. સંપ્રદાય ઃ ખંભાત સંપ્રદાય, ભાષાજ્ઞાન : ગુજરાતી, હિન્દી, સંસ્કૃત,
પ્રાકૃત આદિ. શાસ્ત્રીય જ્ઞાન : જૈન આગમ, બત્રીસ શાસ્ત્ર તથા સિદ્ધાંત, થોકડા કંઠસ્થ. પ્રવચનપ્રકાશન : કુલ ૧૪ પુસ્તકો + ૧ દીવાદાંડી'–પંદર પ્રવચન
પુસ્તકો૧ લાખ દસ હજાર + ૧૦ હજાર પ્રત “દીવાદાંડી