________________
અણગારનાં અજવાળા ]
[ ૩૭ વડિયાના દરબાર શ્રી બાવાવાળા સાહેબની, જેતપુરમાં આવેલી મોઢવાડી નામની જગ્યામાં આ પુણ્યાત્માના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થાને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે તે સ્થાન આજે તો સહુ કોઈનું પરમ આરાધ્ય સ્થાન બની ગયેલ છે. જેતપુરમાં તે ભૂમિપર એક દિવ્ય અને સૌ કોઈને પ્રેરણા આપે તેવું ભવ્ય સ્મારક બની રહેલ છે.
પૂ. તપસ્વીજીનો પુણ્યાત્મા અજર અને અમર છે અને એમની અમીવર્ષા આપણા સહુનું કલ્યાણ કરે છે અને કરશે એવી પરમ શ્રદ્ધા સાથે વંદન!
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ
સામાન્ય રીતે જૈન સાધુઓ વિષે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર “પાત્મિવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગત સમસ્તનાં પ્રાણીઓ અને મનુષ્યોને આત્મીય માનનાર અને સ્વીકારનાર ઉદાર દૃષ્ટિ–સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આ લખાણમાંથી મળશે.
જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમો એક મહાન પ્રદેશ છે. જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભાવવિભૂતિ જેવા સરસ્વતી ઉપાસકો થઈ ગયા. ઝાબુઆડીલાના ચાંદલા નામના ગામમાં ઓશવાળ વણિક જ્ઞાતિના જીવરાજજી નામના ધર્મસંસ્કારીના ઘેર વિ.સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે જન્મ થયો. તેથી તેમનું નામ “જવાહર' રાખવામાં આવ્યું
ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી