________________
૬૪ ]
[ અણગારનાં અજવાળા સાનિધ્યમાં વૈરાગ્યના ભાવો પ્રબળ બન્યા. માગશર સુદ ૯ વિ.સ. ૧૯૭૦ અને ઈ.સ. ૧૯૧૩ ના શુભ દિને ભિરી ગામમાં પૂ. શ્રી રત્નઋષિ પાસે દીક્ષા અંગીકાર કરી નેમિકુમાર આનંદઋષિ બન્યા.
કૃષ્ણાજી નામના સંસ્કૃતના વિદ્વાન વ્યંકટેશ લેલે શાસ્ત્રી, સિદ્ધેશ્વર શાસ્ત્રી મહાસા, ઘોડનદી પૂના વિ. ક્ષેત્રોના પંડિતો પાસે પૂ. આનંદઋષિએ વ્યાકરણ, દર્શન, સાહિત્ય અને જિનાગમોનો અભ્યાસ કર્યો અને ગુરુદેવની આજ્ઞાથી વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું.
વિદર્ભ પ્રાંતના હિંગનઘાટન નજીક અલીપુર ગામમાં પૂ. રત્નઋષિજી પોતાના શિષ્યો સાથે વિચારી રહ્યા હતા. વિહારમાં જ તેમનું સ્વાથ્ય કથળ્યું. આનંદઋષિએ રોકાઈને વિશ્રામ કરવાની વિનંતી કરી. ઈ.સ. ૧૯૨૭ સોમવાર બપોરના પૂ. રત્નઋષિએ અંતિમ આત્મસમાધિ લીધી.
ગુરુવિયોગના આઘાતમાંથી ધીરે ધીરે બહાર આવી આનંદઋષિજીએ સ્વાધ્યાયમાં ચિત્ત કેન્દ્રીત કર્યું. તેમણે સાંખ્ય, વૈદિક બૌદ્ધ, ન્યાય વૈશેષિક યોગદર્શન, શાંકરભાષ્ય, ગીતા ઉપનિષદ, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોનું અધ્યયન કર્યું. પછી જ્ઞાનયોગથી ભક્તિ યોગ તરફ જતાં તેમણે કબીર, તુલસીદાસ, રૈદાસ, રહીમ, જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ, આનંદઘનજી, ચિદાનંદ આદિ સંતોનું સાહિત્ય વાંચ્યું.
ગુરુદેવ રત્નઋષિએ સ્થાપેલ શ્રી તિલોક જૈન પ્રસાર જ્ઞાનમંડળને વિશાળ રૂપ દેવા આનંદઋષિજીએ સમ્યક પુરુષાર્થ કર્યો. પાથર્ડીની નજીક શાળાની સ્થાપના કરી. ધાર્મિક પરીક્ષા બોર્ડના માધ્યમથી બાળકોને ધર્મનું જ્ઞાન આપવાની યોજના કરી.
સમાજ એકતા અને સાધુ એકતાના વ્યાપક ચિંતનના પરિપાક રૂપે ૧૯૪૯માં રાજસ્થાનના બાવર શહેરમાં ઐતિહાસિક સંમેલન ભરાયું. અહીં ઋષિ સંપ્રદાયના આચાર્યપદના ત્યાગનો નિર્ણય લીધો. પરંતુ સંમેલને પૂ. આનંદઋષિને પાંચે સંપ્રદાયના આચાર્ય બનાવ્યા.
૧૯૫૨ માં એમના નેતૃત્વમાં સાદડી (રાજસ્થાન) બૃહદ્ સાધુ સંમેલનમાં ભગવાન મહાવીરની શ્રમણ પરંપરાને સંગઠિત કરવાનું સફળ કાર્ય