________________ અણગારના લક્ષણ से बेमि- से जहा वि अणगारे उज्जुकडे णियागपडिवण्णे अमार्य कुव्वमाणे वियाहिए। શબ્દાર્થ :-સે = તે, હવે આગળ, વેfમ = હું કહું છું, સેકતે, જે રીતે HTTIરે = અણગાર બને છે, ઉgવડે = સરળતાયુક્ત, ળિયા પડિવો = મોક્ષમાર્ગને પ્રાપ્ત થયેલા, મમાયં ડુબૂમાળ = માયા નહિ કરનારા, પૂર્ણ અણગાર, વિયાદિ = કહેવાય છે. | ભાવાર્થ :-(અણગારનું જે વાસ્તવિક સ્વરુપ છે તે) હું કહું છું. જે આચરણથી અણગાર છે, સરળતા સભર જેનું જીવન છે, મોક્ષમાર્ગમાં જે ગતિશીલ છે, છળકપટના ત્યાગી છે, તે અણગાર મુનિ કહેવાય છે. વિવેચન : અહીં અણગારનાં લક્ષણો વર્ણવ્યા છે. (1) ઋજુ-સરળ. જેના મન, વાણી કપટ રહિત હોય, કથની અને કરણી એક સરખી હોય તે ઋજુયુક્ત છે. ઉત્તરાધ્યયન અધ્ય. 3 ગા. ૧૨માં કહ્યું છે કે- સોહી ઉબ્નયમૂયરસ ઘમ્મો સુદ્ધરસ વિટ્ટી ઋજુ આત્માની શુદ્ધિ થાય છે. ધર્મ શુદ્ધ હૃદયમાં સ્થિર રહે છે. માટે ઋજુતા એ ધર્મનો–સાધુતાનો મુખ્ય આધાર છે. (2) નિયાગ પ્રતિપન્ન- સરળ વ્યક્તિ જ મોક્ષમાર્ગમાં ગતિશીલ થઈ શકે છે.તેથી અણગારનું બીજું લક્ષણ નિયાગ પ્રતિપન્ન કહ્યું છે. તેની સાધનાનું લક્ષ્ય ભૌતિક ઐશ્વર્ય કે યશ પ્રાપ્તિ ન હોય પરંતુ આત્મા કર્મમળથી મુક્ત બને તે જ હોય છે. (3) અમાર્ય—અમાર્યનો અર્થ સંગાપન કરવું નહીં, છુપાવવું નહીં. માયાનો અર્થ સંગોપાન અથવા છુપાવવું. આ માર્ગ પર ગતિશીલ સાધક કપટ રહિત હોય છે. તે પોતાની સંપૂર્ણ શક્તિને સાધનામાં જોડી દે છે. તેમજ સ્વાર કલ્યાણના કાર્યમાં સ્વશક્તિને ગોપવતા નથી. આ ત્રણ લક્ષણોથી જ્ઞાનાચારાદિની શુદ્ધતા કહી છે. ઋજુકતથી વીર્યાચારની શુદ્ધિ, નિયાગ પ્રતિપન્નતાથી જ્ઞાનાચારની અને દર્શનાચારની શુદ્ધિ તથા ૩૫માયંમાં ચારિત્રાચાર અને તપાચારની સંપૂર્ણ શુદ્ધિ જણાય છે. (આચારાંગસૂત્ર—શાસ્ત્ર પરિશા ?