________________
અણગારનાં અજવાળા ]
[ ૬૯ મુંબઈના ધમાલિયા જીવનથી જ્યારે કંટાળો આવે ત્યારે પ્રસંગોપાત તેઓ ચોપાટીની રમત રમતા. તે જમાનામાં ચોપાટ મનોરંજન માટેનું સમાજવ્યાપી સાધન ગણાતું.
ચોમાસાનો નિવૃત્તિકાળ અને ધર્મોપાસના : તે જમાનામાં સામાન્ય કચ્છીઓ પણ ૮ મહિના વેપારધંધા અર્થે ગામ-પરગામ વસતા અને ચોમાસું બેસે એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ વતનમાં આવતા. અહીં તેઓ સત્સમાગમ, પ્રભુસ્મરણ અને ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને પોતાના જીવનને ઉજમાળતા. તે જમાનાના રીતરિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે હાંસબાઈ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછી ત્રણેક વર્ષ મુંબઈ, સમાવદ અને બેલાપુરમાં વેપારધંધા અર્થે જવાનું થતું અને વચ્ચે ચોમાસામાં વતનમાં આવવાનું બનતું ત્યારે ભોરારા, મુંદ્રા અને અંજાર વગેરે ગામોમાં લીંબડી સંપ્રદાયના શ્રી ગુલાબચંદ્રજી મહારાજ અને તેમના સંપ્રદાયના સાધુઓનો સમાગમ થતો. આ રીતે ધાર્મિક જીવન જીવવાની અને વૈરાગ્ય વધારવાની પ્રેરણા મળતી રહેતી.
વૈરાગ્ય અને દીક્ષા : વિ.સં. ૧૯૫૧માં તેમના વૈરાગ્યને દૃઢ બનાવનારો એક પ્રસંગ બની ગયો. આ વખતે તેઓ બેલાપુરમાં હતા ત્યારે ઘરેથી પત્ર આવ્યો “તેમનાં પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ આપ્યો છે અને તે સાથે તેમનું અવસાન થયું છે.” તરત રાયશીભાઈએ મોટાભાઈને મુંબઈ પત્ર લખી નાખ્યો : ભરોરા તારથી ખબર આપો કે ફરીથી વેવિશાળ ન કરે. આ બાજુ બેલાપુરમાં પત્નીના વિયોગના સમાચારથી રાયશીભાઈને સ્વાભાવિક દુઃખ તો જરૂર થયું હશે, પણ ધાર્મિક વૃત્તિના સંસ્કારને પોષવાવાળા બે-ત્રણ કચ્છી ભાઈઓનો સમાગમ તેમને મળી ગયો, જેથી વેપાર સિવાયના સમયમાં વાચન અને જ્ઞાનચર્ચા સારી રીતે થવા લાગ્યાં. બે-ત્રણ માસ પછી તેઓ મુંબઈ રહેવા આવ્યા, જ્યાં ખંભાત સંપ્રદાયના સાધુઓનો સમાગમ રહેતો. મોટાભાઈની રજા લઈને તેઓ વતન તરફ પાછા ફર્યા. અહીં સંવત ૧૯૫૨નું ગુલાબચંદ્રજી મહારાજનું ચોમાસું ચાલતું હતું. રાયશીભાઈની ફરી વેવિશાળ ન કરવાની વાત ગામમાં ઠીક ઠીક પ્રસરી ગઈ હતી. એટલામાં મોટાભાઈ શ્રી નથુભાઈનો પણ વાતને સમર્થન આપતો પત્ર આવી ગયો. માતા લક્ષ્મીબાઈએ મમત્વને લીધે ઘણા કાલાવાલા કર્યા, કારણ