________________
૧૧૦ ]
[ અણગારનાં અજવાળા હતા. તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે કપિલા અને મહારાણી અભયા પોતાની માયાજાળથી શેઠ સુદર્શનને ભોગવાસનામાં ફસાવવાનો અથાક પ્રયાસ કરે છે અને કેવી રીતે શેઠ સુદર્શન પોતાના વ્રતમાં અડગ રહે છે! રાજા દધિવાહને, પરિસ્થિતિને વશ થઈ મજબૂરીથી શેઠને શૂળીની (ફાંસી) સજા કરી અને ધર્મ શીલ તેમજ બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળીથી બચી જવાય છે (જાણે શૂળીનું સિંહાસન!) એ ઘટનાનું વર્ણન રજૂ કરીને, આચાર્યશ્રીએ બ્રહ્મચર્યના મહત્ત્વ પર પ્રભાવશાળી ઉદ્ધબોધન કર્યું, આ સાંભળીને જયમલજીના હૃદયનું પરિવર્તન થયું. એમણે વિચાર્યું કે આજીવન પૂર્ણ બ્રહ્મચર્યવ્રત પાળવાથી તો આઠ-આઠ કર્મ શૂળીઓ સિદ્ધશીલારૂપ સિંહાસનમાં બદલાવી શકાય છે. ભરી સભામાં તેઓએ ઊભા થઈને, આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો અને એ વ્રતના સુદઢ પાલન માટે સંયમી જીવન જીવવાનો દૃઢ નિશ્ચય કરી લીધો.
જયમલજીના સંયમ સ્વીકારવાના નિર્ણયને જાણીને પિતા મોહનદાસજી, માતા મહિમાદેવી, ભાઈ રિહમલ, પત્ની લક્ષ્મીદેવી તથા સાસુ-સસરા વગેરે બધાં સ્વજનો મેડતા દોડી ગયાં. એમણે અનેક રીતે રોકવાનો પ્રયત્ન કર્યો, આખરે તેઓ પોતાની વિલક્ષણ બુદ્ધિશક્તિથી બધાના વિરોધને સંમતિમાં બદલી શક્યા. હવે તો માત્ર સંયમી જીવન સ્વીકારવામાં બાધક પ્રતિક્રમણ સૂત્ર આવડતું ન હતું તે જ બાકી રહ્યું હતું. એ જાણીને તેઓએ પ્રતિજ્ઞા લીધી કે, જ્યાં સુધી પ્રતિક્રમણ કંઠસ્થ ન કરી લઉં ત્યાં સુધી બેસીશ નહીં એમનો આ સંકલ્પ ત્રણ કલાકના થોડા સમયમાં જ પૂરો થઈ ગયો. જેને શીખવામાં, સામાન્ય માણસને ૬-૬ મહિના લાગે છે એ આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણ) ફક્ત ત્રણ કલાક (એક પહોર)માં મોઢે કરી લીધું (કંઠસ્થ) તત્પશ્ચાતુ, વિ.સં. ૧૭૮૮ માગશર વદ બીજ, ગુરુવારે મેડતા શહેરમાં પૂ. આચાર્યશ્રી ભૂધરજી મહારાજ સાહેબ પાસે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી શ્રમણધર્મનું પાલન કરવા લાગ્યા.
શ્રમણજીવનમાં પગ મૂકતાની સાથે જ તેઓએ એકાંતર (વરસીતપ)ની ઉગ્ર સાધનાની પ્રતિજ્ઞા લીધી અને ૧૬ વર્ષ સુધી એ નિયમનું પાલન કર્યું. ઉપરાંત, પારણામાં પાંચ પર્વતિથિને દિવસે પાંચેય વિગઈનો પણ ત્યાગ કરતા