________________
અણગારનાં અજવાળા ]
[ ૧૩૭ પંક્તિઓની “કારવાની તેમની રચના આધ્યાત્મિક અનુભૂતિ માટે તલસાટ અનુભવતા સાધક જીવની મનોદશાનું સુંદર “શબ્દચિત્ર છે.
ગુરુણીમૈયા અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી)ના અમૃત મહોત્સવ પ્રસંગે પૂ. બાપજીના અમૃતવચનોનાં ગ્રંથ “અધ્યાત્મ પળે'નું સંપાદન કર્યું.
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુની જન્મશતાબ્દિ પ્રસંગે ગુરુદેવના જીવનકવનનો ગ્રંથ “અભિવંદના'નું સંપાદન કર્યું અને ગુઉરદેવની સ્મૃતિની ચિરંજીવતા રાખવા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેન્ટર સ્થાપવાની પ્રેરણા કરી.
તેમણે પ્રાપ્ત કરેલા જ્ઞાને ‘ય’ની વિરાટતાનાં દર્શન કરાવ્યાં. તત્ત્વજ્ઞાનનું પ્રાધાન્ય તેમનામાં એવું ઊભરતું રહ્યું કે “તત્ત્વજ્ઞાન એ જ તરુલતાજી' બને એક એમ ઓળખાવા લાગ્યાં.
तम्हा सुयमहिद्विजा, उत्तमट्ठगवेसए।
जेणऽप्पाणं पर चेव, सिद्धिं संपाउणेजासि॥ મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક મુનિએ બહુશ્રુત થવા માટે શ્રુતજ્ઞાનનું વિશાળ અધ્યયન કરવું જોઈએ, જેના અવલંબનથી સ્વ-પર, ઉભય આત્માઓની સિદ્ધિસાધના સફળ થઈ શકે છે અર્થાત્ બને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
ઉ.સ્. (૧૧/૩૨)
કંકુપગલે
પૂ.શ્રી કંકુબાઈ મહાસતીજી શુભ નામ : કંકુબહેન માતાપિતા : ખાનદાન કુટુંબ. પતિદેવનું શુભ નામ: માણેકચંદ શાહ (જામનગર જિલ્લો) પડાણા ગામ.