________________
અણગારનાં અજવાળા ]
[ ૨૯ ૧૮૪૫માં સાધુસમુદાયનું સંમેલન થયું, સ્વામીજીએ સુધારાની ૩૨ કલમનો એક ખરડો તૈયાર કર્યો હતો, તે સાધુ સમુદાય સમક્ષ મૂકવામાં આવ્યો. ચતુર્વિધ સંઘની અધઃસ્થિતિ અટકાવવા આ કલમો અગત્યની હતી.
મોટા સાધુઓના મનમાં કાંઈક પૂર્વગ્રહ હતો. તેને થતું કે આજકલની દીક્ષાવાળા ધારા બાંધે એ કેવું? અમારી શું કિંમત? આવા ખ્યાલથી સાધુ સમાજમાં મોટો વિક્ષેપ પડી ગયો અને કેટલાક સાધુઓ બરવાળા તરફ તો કેટલાક સાધુઓ ગોંડલ તરફ વિહાર કરી ગયા. અને કેટલાક ચૂડા, ધાંગધ્રા તરફ વિહાર કરી ગયા. અને આ રીતે એક સંપ્રદાયમાંથી લીંબડી, ગોંડલ, બરવાળા, ચૂડા, ધાંગ્રધા અને સાયલા એમ છ સંપ્રદાયો થયા.
સંઘે ૧૮૪૫માં શ્રી અજરામરજી સ્વામીને લીંબડીની ગાદીએ બેસાડ્યા. નવી વ્યવસ્થા બંધાયા પછી લગભગ એક વરસ સુધી ઝાલાવાડ કાઠીયાવાડમાં મુનિ મંડળે વિહાર કર્યો.
ભૂજમાં દેરાવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી વાઘજીભાઈ પારેખ પૂ. સ્વામીથી બહુ જ પ્રભાવિત થયા. તેમણે પૂજ્યશ્રીને ભૂજમાં પધારવા વિનંતી કરી. પરંતુ આ ક્ષેત્ર સ્થાનકવાસી માટે બંધ હતું પરંતુ કૂનેહથી પારેખે પૂ. સ્વામીજીને તેડાવી ચાતુર્માસ માટે આ ક્ષેત્ર ખુલ્લું કર્યું.
ત્યાર પછી, ઝાલાવાડ, કાઠિયાવાડ અને ગુજરાતના તમામ પ્રદેશમાં પૂ.શ્રી એ અભ્યાસ મુનિમંડળ સાથે વિહાર કર્યો. એટલું જ નહિ પરંતુ માલવા, મેવાડ અને મારવાડ સુધી પોતાની વિજયી મુસાફરી લંબાવી પોતાના વિદ્યાગુરુ પરોપકારી પૂ.દોલતરામજી મ.સા. નાં જયપુર દર્શન કરી ત્યાં ચાતુર્માસ રહ્યા.
૧૮૬૦માં સ્વામીજીની પચાસ વર્ષની ઉંમરે સંપૂર્ણ આધ્યાત્મિક જીવન ભોગવવાની શરૂઆત કરી અને આમ જીવનના અંત સુધી સંપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવી અને જિન-શાસનના ગગનના, દેદિપ્યમાન સિતારા બની ગયા. પૂજ્યશ્રીને ભાવપૂર્ણ અંજલિ......!
આજે લીમડી સંઘના અનેક વિદ્વાન સંત-સતીઓ અજરામર સંપ્રદાયના નામ નીચે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારતના અન્ય સ્થળે વિચરી રહ્યાં છે.