________________
[ ૧૩ ]
પ્રસ્તુતિ
શ્રદ્ધા અને જ્ઞાનનું સામંજસ્ય કરી જે વ્યક્તિત્વ ઊભરે તે સંન્યાસ અર્થાત્ તે સંયમ છે.' તેવા સ્થાનકવાસી જૈન સમાજના પૂ. શ્રી શ્રમણીઓની ગૌરવભરી આ ગાથા છે.
મને અજવાળાં બોલાવે......ભીતરમાંથી સાદ ઊઠ્યો. તેનો પ્રતિસાદ મળ્યો. તે પ્રતિસાદે હું અજવાળાં શોધવા નીકળી. મારી શક્તિની મર્યાદામાં રહી જ્યાં જ્યાં મને જે જે મળ્યું, જેટલું જેટલું મળ્યું તે તે દીવડીઓના પ્રકાશને ભેગો કરી ઇતિહાસનાં પાનાંઓને તેમની ગૌરવગાથાથી પ્રકાશિત કરવા તે અજવાળું ભેગું કરવા મથી. ૨૦૦ વર્ષ પહેલાંની ભૂતકાળની યાત્રા પણ ખેડી. કામ થોડું કિઠન હતું. કારણ કે જેમને માત્ર પ્રકાશવું હતું પણ પ્રકાશમાન થવું ન હતું. તેમને પ્રસિદ્ધિથી અને મુદ્રણદોષથી દૂર રહેવું હોય છે. તેમને મારે શોધવાનાં હતાં. મેં ભૂતકાળ ઉલેચવા કોશિષ કરી. વર્તમાનને પકડવાની કોશિષ કરી. તેમાં જે કાંઈ પણ સફલતા મળી, મને જે કાંઈ ઓછી વધતી માહિતી પ્રાપ્ત થઈ તે ઉજાસને સંક્ષિપ્તમાં, મારી શક્તિ અને સમયની મર્યાદામાં રહીને જે હું જાણું તે સર્વ જાણે તેથી આપ પાઠક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કોઈક જૂના સાહિત્યમાંથી, કોઈકને શ્રીમુખેથી સાંભળીને, કોઈકના સ્વજનો પાસેથી સાંભળી આમ જે જે સંપ્રદાયોમાંથી ઓછી વધતી જે જે માહિતી મળી તેનો ઉજાસ આ બિન સાંપ્રદાયિક પુસ્તક દ્વારા આપની સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ છે. તેનું ચિંતનમનન; વાચન અને પાચન થશે તો મહેનત સફળ છે તેવી મારી શ્રદ્ધા છે. મને આલેખન કરવામાં સદ્ભાગી બનાવનાર શ્રી નંદલાલભાઈ દેવલુકનો હાર્દિક આભાર માની, ગમે ત્યાંથી પણ પૂ. સતીજીઓ વિષેની માહિતી મોકલી આપવાની જેમણે પ્રેમથી તકલીફ ઉઠાવી છે તે દરેક વ્યક્તિની હું આભારી છું.
પૂ. શ્રી મહાસતીજીઓનાં જીવન વિષે વાંચતાં, વિચારતાં, લખતાં