________________
અણગારનાં અજવાળા ]
[ ૧૯૭ અંતિમ સમયે પોતે પૂરતી આંતરશુદ્ધિથી જાગૃત હતાં. પોતાની સમાધિમાં લીન હતાં. અન્ય પૂ. વિદ્વાન મ.સ.ઓએ તેમનો સંથારો પ્રતિક્રમણ, પચ્ચકખાણ અને ખમખામણાં કરાવ્યાં. છેલ્લે ૧૩-૧૧૨૦૦૬ના સમી સાંજના ૭-૨૦ મિનિટે એ વિરાટ આત્માનો વામનદેહ ઢળી પડ્યો તેમનું અંતઃકરણ અણિશુદ્ધ બની આત્મતત્ત્વની ચેતનામાં જાણે કે એકાકાર બનતું ગયું. પરમ આત્મતત્ત્વ પામવાના નિમિત્તનાં નિર્માણ થયા.
જ્યાં મન વિરક્ત હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ હોય, ત્યાં આત્માના ગુણોનો પ્રકાશ હોય તે સર્વ માટે સમભાવ લાવે છે. તેને કોઈના માટે ભેદભાવ રહેતો નથી. તેમને કોઈનો ભય નથી. કોઈના પર તેમને દ્વેષ નથી, કોઈ કામના નથી. તે મહાન આત્મા છેવટે કાયમ માટે મૌન બની મૌનના મહિમાનો મૌન સંદેશ આપતાં ગયાં.
આ છે અણગાર અમારા ...તેમને અમારા અગણિત વંદન હો.
અમ્યુદયા બા.બ્ર.પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સા.
(દરિયાપુરી સંપ્રદાય) શુભ નામ : કંચનબહેન (સંસારી નામ) બા.બ્ર. પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ. માતાપિતા : શ્રી હીરાબહેન ચીમનભાઈ શહેર : ઓઝ દીક્ષા : સં. ૨૦૨૦, મહાવદ પાંચમ તા. ૨-૨-૬૪ પંદર વર્ષની ઉંમરે. દીક્ષા ગુરુ : પૂ.આ. પૂ.શ્રી ભાતૃચંદ્રજી મ.સા, જ્ઞાન દાતા : પૂ. શ્રી રંભાબાઈ મ.સ. દીક્ષા દાતા : પૂ.શ્રી ધીરજબાઈ મ.સ.