________________
૨પર ]
[ અણગારનાં અજવાળા વિરાગભણી..... બા. બ્ર. પૂ.શ્રી મંજુલાબાઈ મહાસતીજી. શુભ નામ : મંજુલાબહેન. માતાપિતા : કસ્તુરીબહેન માતા, પિતા : ગાંડાલાલ જશરાજ શાહ. જન્મતારીખ અને જન્મસ્થળ : પોષ સુદી એકમ સં. ૨૦૦૨. સ્થળ :
બોટાદ. જ્ઞાતિ : વિશાશ્રીમાળી સ્થા. જૈન. અભ્યાસ : ગુજરાતી ૭ ધોરણ. સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. દક્ષા પર્યાય : સં. ૨૦૧૯માં ૯ વર્ષ કાળધર્મ : બોટાદ સં. ૨૦૧૭ના કારતક સુદી-૩.
जं सम्मं ति पासइ तं मोणं ति पासइ ।। જ્યાં સમ્યક્ત છે ત્યાં જ મુનિપણું છે. શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠાએ જ સિદ્ધિ મનાય છે.
જન્મમંગલઃ સંતો, મહંતો અને તીર્થકરોની ચરણરજથી પાવન થયેલી એવી સૌરાષ્ટ્રની ધરા જ્યાં નાનકડું એવું બોટાદ શહેર, જ્યાં સદ્ગણી ગૃહસ્થ પિતાશ્રી ગાંડાલાલ જસરાજભાઈ શાહ અને માતા કસ્તુરીબહેનની ગોદમાં સં. ૧૯૯૮ના પોષ સુદ એકમને દિવસે એક નાનકડી બાળકીના મહાન આત્માએ અવતરણ કર્યું. ભાવિના ભીતરનું જાણે સૂચક ન હોય તેમ તેમનું નામ મંજુલા રાખવામાં આવ્યું.
જીવનના મંગલ પરોઢે ઃ તે બાળકીનાં વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે તે શાળાનો અભ્યાસ અને જૈન શાળાના અભ્યાસમાં ઝળકતી ગઈ. તેમની ભીતરમાં રહેલું આત્માનું ઓજસ પ્રગટવા માંડ્યું. જાણે પૂર્વજન્મનો ભૂલો પડેલો એક ત્યાગી આત્મા ન હોય! તેમ જનમોજનમથી પીછો કરી રહેલી આહારસંજ્ઞાને તોડવા પોતે કટિબદ્ધ બની અને તે ૧૨ વર્ષની નાનકડી બાલિકાએ વર્ષીતપની આરાધના કરી.