________________
અણગારનાં અજવાળા ]
[ ૩૫ પરંતુ તપસ્વીજીઓ પોતાનું ઉત્તમ કાર્ય ખૂબ સ્વસ્થતા અને ધીરજથી આગળ ધપાવ્યું. પુસ્તક ભંડાર સ્થાપવા, પુસ્તકો છપાવવાં, આગમ વાચનાને ગતિ આપવી, પુસ્તક વિના ધર્મ ચાલે તેમ નથી તેમ સમજીને તેઓએ નિરાશ્રિત જૈન પુસ્તક ભંડાર સ્થાપ્યો પણ પુસ્તક પરનો પોતાનો હક્ક મારાપણું છોડી દીધું. જૈનશાળા શ્રાવિકાશાળાઓ સ્થાપવાં, આ પાઠશાળાઓનું સંચાલન સુયોગ્ય વિદ્વાનો કરે એવી એમની આકાંક્ષા હતી. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા–પ્રાકૃત અને સંસ્કૃતમાં બોલતા, વાંચતા લખતા અને વિચારતા થાય એ જરૂરી છે એવું દઢપણે માનતા હતા. જેથી આગમો અને આચાર્યોના બનાવેલા ગ્રંથો, ટીકાઓ, ભાષ્યો, ન્યાય અને દર્શનશાસ્ત્રની મીમાંસાના તેઓ નિષ્ણાત બને એવી ઇચ્છા હતી. જેન ગુરુકુળ, જૈન બોર્ડિંગ વગેરેની પણ ખૂબ જરૂર છે. “જ્ઞાનદાન જેવું જગતમાં બીજું કોઈ દાન નથી. જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે.” એવી ભાવના તેઓ વ્યક્ત કરતા હતાં.
તપસ્વીજીની અસાંપ્રદાયિકતા પ્રેરક હતી. પૂ. તપસ્વીજી સાંપ્રદાયિક જડતાના સખ્ત વિરોધી હતા. ગચ્છ, વાડા અને સંવાડાનાં દૂષણો તેમણે ખુલ્લા પાડ્યા હતા. તેઓને સમજાયું કે વિચારો અને આચારોની વિભિન્નતા જ વિસંવાદનું મૂળ છે. એમાંથી ઊંચ-નીચના ખ્યાલ જન્મે છે અને વેરવૃત્તિ વિકસે છે. ગુણરાગને બદલે વ્યક્તિરાગ અને બાહ્યક્રિયાઓનો આડંબર ગૌરવપૂર્ણ સ્થાન લે છે. આચારે અહિંસા અને વિચારે અનેકાંત માત્ર બોલવા માટે નહીં આચારણમાં મૂકવા માટેનું અમર સૂત્ર છે. સાધુસમાજના દોષો અને શિથિલતા તરફ કટાક્ષ કરવામાં પણ કચાશ નહોતા રાખતા. તેઓ દર્શાવે છે.
પૂ. તપસ્વીજી માત્ર સ્થાનકવાસી સમાજની એકતાના જ હિમાયતી ન હોતા. તેઓ તો આખા જૈન સમાજને આચારે અહિંસા અને વિચારે અનેકાંતનો ક્રિયાત્મક પાઠ ભણાવવા માગતા હતા. સમાજમાં એકતા સ્થાપવા અને સાંપ્રદાયિક વિસંવાદને દૂર કરવા તેમણે અજોડ પુરુષાર્થ કર્યો છે. સમાજોપયોગી ધર્મપોષક એમના કાર્યનું વાસ્તવિક મૂલ્યાંકન આજે કરી શકાય તેમ છે.
પૂ. તપસ્વીજી માત્ર જૈનોના નહીં, સહુ કોઈના લાડીલા હતા. તેમના સત્સંગ અને સાનિધ્યનો લાભ લેનાર બધાને એમના પ્રત્યે અપાર મમત્વ