________________
[ ૯૩
અણગારનાં અજવાળા ] મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બૂટેરાયજી મહારાજને પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. ત્યારપછી તેઓ મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બૂટેરાયજી મહારાજ સાથે જોડાઈ ગયા હતાં.
બૂટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં એમને માટે બહુ કઠિન બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ સ્વસ્થતાથી અને નિડરતાથી વિચરતા રહ્યા હતાં.
બૂટેરાયજી જાત્રા કરવા જતા સંઘ સાથે કેસરિયાજી પધાર્યા. તીર્થ યાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાનાં હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી.
કેસરિયાજીના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલ ઇલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતાં. તેઓ બીજા આગેવાનો સાથે બૂટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે કહ્યું, “મહારાજશ્રી! અમને થોડીક જિજ્ઞાસા થઈ છે. આપને દેરાસરમાં દર્શન કરતા જોયા હતાં. આપના વેશ પરથી આપ સ્થાનકમાર્ગી સાધુ લાગો છો. પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી મોઢે બાંધે, જ્યારે આપ મુહપત્તી હાથમાં રાખો છો તેથી અમને પ્રશ્ન થાય છે. અમને જણાવશો કે આપ કોણ છો તો આનંદ થશે.”
બૂટેરાયજી મહારાજે કહ્યું, “ભાઈ, હું જન્મથી અર્જન છું. અમારો પરિવાર શીખ ધર્મને પાળે છે. મેં યુવાનવયે સ્થાનકમાર્ગી બાવીસ ટોળામાં દીક્ષા લીધી હતી. પરંતુ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યા પછી હું જિનપ્રતિમાનો વિરોધ કરી શકતો નથી. વળી મોઢે મુહપત્તી બાંધવાનું આગમસૂત્રમાં ક્યાંય ફરમાન નથી. એટલે મુહપત્તી હાથમાં રાખું છું. અમારી ભાવના ગુજરાત તરફ વિહાર કરી શત્રુંજયતીર્થની યાત્રા કરવાની છે.
સંઘવીએ કહ્યું, “તો પછી ગુરુમહારાજ! આપ બંને અમારા સંઘ સાથે