________________
અણગારનાં અજવાળા ]
[ ૧૭ નથી. બીજાના દુઃખમાં ભાગીદાર થવું, પોતાની સુખસગવડનો લાભ બીજાને આપવો તેવી ભાવાત્મક અહિંસાને દયા કહે છે, બાહ્યતા આંતરિક તપની પુષ્ટિ અર્થે છે. અનેકાંત બધી બાજુથી ખુલ્લું માનસ ચક્ષુ છે, અલ્પમતિ આચાર્યો જ ગચ્છ-વાડાઓ ઊભા કરે છે, ચાર નિક્ષેપમાં ભાવ નિક્ષેપની જ પ્રધાનતા છે. આવા પારદર્શક વિચારોએ ઢુંઢિયા કે સત્યશોધક રૂપે લોંકાશાહની પ્રતિભા ઉપસાવી.
ધર્મમાં શિથિલતા કે વિકાર પેસતો અટકાવવા સમ્યક પુરુષાર્થ કરીશું તે જ ધર્મપ્રાણ લોકાશાહની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ છે.
શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહજીસ્વામી
| [ દરિયાપુરી સંપ્રદાય ]. સૌરાષ્ટ્રની ધીંગી ધરાએ ભારતવર્ષને અનેક મહાપુરુષોની ભેટ ધરી છે. એટલે જ હાલાર વસુંધરાને સંતોની ધરતી કહી છે.
કાળક્રમે લોકાગચ્છના ધર્મપ્રેમીશ્રાવક જિનદાસચંદ્રનાં ધર્મપત્ની શિવબાની કૂખે સં. ૧૯૫૬ના વૈશાખ સુદ બારસના ગુરુવારે ધર્મસિંહસ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ ધરમચંદ હતું. આ તેજસ્વી બાળકને સૌ કોઈ ધર્મના લાડલા નામે સંબોધતા. શૈશવકાળની તોફાન, મસ્તી, નબળાઓનો ન્યાયી પક્ષ કરનાર, કોઈવાર રંગમતી નદીમાં જલમસ્તી માણી આવે, તો કયારેક બાલસમૂહનો નાયક બનનાર આ બાળક, મા સામાયિક વ્રતમાં બેસે તો પોતે પણ મુહપત્તી બાંધી ગુચ્છો આમ તેમ ફેરવે. પાખીને દિવસે પિતા સાથે સ્થાનકમાં ધર્મક્રિયાનું અનુસરણ કરતો. કાળની કોને ખબર? આ બાલસહજ નિર્દોષ ચેષ્ટાનું નાનકડું ઝરણું ભાવિમાં શાસનસમ્રાટ રૂપે ઘૂઘવતો સાગર બનશે.
લોંકાગચ્છના અધિપતિ પૂ. રત્નસિંહજીસ્વામી શિષ્ય-પરિવાર સાથે જામનગર શહેરમાં પધાર્યા. ૧૪ વર્ષનો કિશોર ધરમચંદ પૂજ્યશ્રીની નિશ્રામાં