________________
૧૨૮ ]
[ અણગારનાં અજવાળા ધાર્મિક અભ્યાસ : શાસ્ત્રો. થોકડાં, ગ્રંથો. વ્યાકરણ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, છેદ
શાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નાઓ તથા તેના ફળફળાદિનું જ્ઞાન, વૈદિક શાસ્ત્ર વનું જ્ઞાન મેળવી લીધું. શાસ્ત્રીય સંગીત કલા : દીપક, મલ્હાર, માલ્કોષ રાગ શીખ્યા. અન ધર્મોનું જ્ઞાન મેળવી જૈનધર્મની સાથે સરખામણી કરી. જૈનદર્શનમાં પોતાની શ્રદ્ધા
દિઢીભૂત કરી. સાધના : સાધનાને કારણે વચન લબ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. કાળધર્મ : વિ.સં. ૨૦૪૯, ઈ.સ. ૧-૯-૯૭, પ્રથમ ભાદરવા વદ પાંચમ
રવિવારે વહેલી સવારે ૩-૪૫ કલાકે.
ઊગતાત બાળ સૂરજ પ્રકાશમય પગલાં પાડે છે અને સારીયે ધરતીને પ્રકાશથી ઝળહળતી કરે છે. તેવી જ, ધરતી ઉપરના કોઈક એક આત્માની નાની નાની પગલીઓ જ એવી પડી કે તેમના જન્મની ઉજવણી ઉત્તમ કાર્યોથી ઊજવાઈ. જે ક્ષત્રિયકુળમાં દીકરીના જન્મની સાથે જ તેને દુધપીતી કરવામાં આવે છે તે કુળમાં પુત્રી જન્મ થયો અને તેનો જન્મ પુત્રજન્મની માફક ઊજવાયો. જ્ઞાતિભોજન કરવામાં આવ્યું. ગરીબોને દાન અપાયું. ખેતમજૂરોને પુરસ્કાર આપવામાં આવ્યો સાથે તેમને કામમાંથી એક દિવસની છુટ્ટી આપવામાં આવી. જીવોને અભયદાન આપવામાં આવ્યું. નાનાં ભૂલકાંઓને ખુશ કરવામાં આવ્યાં.
એવો ઉત્તમ આત્મા ધનકુંવરબહેનનો જન્મ જાડેજા વંશમાં છેલ્લા વાસુદેવ શ્રીકૃષ્ણના વંશમાં થયો હતો, જે ક્ષત્રિય પરંપરાના ગણાતા. હાલાર પ્રાંતનાં ખોબો સમા એવા નાનકડા ચેલા ગામમાં પરબતભાઈ પિતા અને રત્નકુક્ષિણી એવા રતનબાઈ માતાને ખોળે વીર સં. ૧૯૭૦ શ્રાવણ સુદ સાતમ સોમવારના શુભ દિવસે થયો હતો.
તેમના જીવનમાં બાળપણથી ખુમારી, હૈયામાં હિંમત અને દિલમાં દયા હતી. વાણીમાં વિરાટતાનાં દર્શન થતાં વદન પર વૈરાગ્યની લાલિમા ચમકતી કદમકદમ પર કલ્યાણની કામના અને આત્મામાં પરમાત્માની લગન છલકાતી.