________________
અણગારનાં અજવાળા ]
[ ૧૯૩
કારણે તેમને અપ્રમત્તભાવે અનુપમ આરાધના અને ધર્મશ્રવણ, સ્વાધ્યાય કરાવતાં રહ્યાં અને પૂ. હીરાબાઈ મ.સ. સમાધિભાવે કાળધર્મ પામ્યાં. તેઓશ્રીનાં લઘુગુરુબહેન પૂ. શ્રી સુશીલાબાઈ મ.સ.ને સતત ૧૫ દિવસ સુધી ધર્મારાધના-આલોચના કરાવી તેમને કેન્સરના અસાધ્ય દર્દમાં કોઈપણ પ્રકારના ઉપચારો વગર અનન્ય સમાધિભાવે કાળધર્મ પામ્યાં.
આજે ૮૨ વર્ષની ઉંમરે શિષ્યા-પ્રશિષ્યાઓ સાથે વિચરતા ગૌરવવંતા સંપ્રદાયનાં ગૌરવવંતાં ગુરુણીમૈયા ઈ.સ. ૨૦૦૨માં પૂ. શ્રી વાસંતીબાઈ મ.સ.ના કાળધર્મ પછી ૬. સં.ના સાધ્વી શિરોમણી શ્રમણી જ્યેષ્ઠાના પદ પર આરૂઢ થયાં. પોતે હંમેશાં પોતાનામાં જ, મૌન સાધનામાં, આજીવન વિદ્યાર્થી અવસ્થામાં વિહરતા હોય છે. તેમના જીવનમાં “હા ગંતો તદ્દા વાદી”-જેવું તેમના અંતરમાં અંદર તેવું જ બહારમાં હોય છે. વિચાર, વાણી અને વર્તન એક જ હોય છે.
“સંયમ વિના દયાકે વિશ્વબંધુત્વ પ્રાપ્ત નથી. ત્યાગ સિવાય વિશ્વક્ય સાધ્ય નથી. સ્વાર્પણ સિવાય નિરાસક્તિની પ્રાપ્તિ નથી. તેની પ્રાપ્તિ વિના સાચું સુખ કે શાંતિ નથી. આવો બોધપાઠ ભિક્ષુ સાધકની દિનચર્યા પરથી સહેજે મળી રહે છે.’’
આવા છે અણગાર અમારા પરમ શાંતિની મુદ્રામાં પાટ ઉપર બિરાજતાં હોય અને જ્યારે તેમનાં દર્શન કરતાં તેમના શાંત-પ્રશાંત પરમાણુઓ જાણે આપણને સ્પર્શતા હોય તેમ આપણને પણ પરમશાંતિની અને શીતલતાની અનુભૂતિ થાય. આવા અપ્રમત્તભાવે જ્ઞાનની અદ્ભુત લહાણ કરતાં વિહરતાં એવાં તેમની જન્મ શતાબ્દીની સુંદર તક સારાયે જૈનસમાજને સાંપડે. તેઓશ્રી નિરામય-નિરોગી રહે એવી સારાયે જૈન સમાજની મંગલમનીષાઓ.
આવા છે અણગાર અમારા......તેમને અમારા કોટિ કોટિ વંદન
હજો.