________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
રાગને કાઢતાં વાર લાગે એ ક્ષત્તવ્ય છે. પણ રાગ કાઢવા જેવો લાગે છે ? ષ એટલે દુર્ભાવ દુર્ભાવ બહુ ખરાબ છે. મૈત્ર્યાદિનો નાશ કરે છે. જેની સાથે દ્વેષ છે તેની સાથે ભવોભવ કોઈ ને કોઈ સંબંધથી જોડાવું પડે છે. અગ્નિશર્મા અને ગુણસેનનો પરસ્પર વૈરાનુબંધ ચાલુ રહ્યો. ગુણસેનનું છઠ્ઠા ભવથી પુણ્ય પ્રકર્ષને પામ્યું...પેલો પી ગમે તે રીતે ઉપસર્ગ કરે છે. ત્યાં નજીકનો દેવ આવી ઉપસર્ગ શમાવી દે છે.
સમરાદિત્ય કેવળી બને છે ત્યારે વેલંધર રાજા પ્રશ્ન પુછે છે – પ્રભો ! અગ્નિશર્માનો જીવ ભવ્ય છે ? ક્યારે મોક્ષે જશે ? કેટલા ભવે મોક્ષે જશે ? હજુ તેને મોક્ષના બીજભૂત સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું છે કે નહીં ? ત્યારે કેવલી બનેલા સમરાદિત્ય જવાબ આપે છે કે – અગ્નિશર્માનો જીવ ભવ્ય છે. હજી તે અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ રખડશે..પછી ઘોડાના ભાવમાં સમકિત પામશે. પછી ચારગતિમાં રખડી અસંખ્ય કાળે મોક્ષે જશે.
પલ્યોપમનું વર્ણન - એક યોજન એટલે આજે લગભગ ૧૨ કિ.મી. થાય. એટલે અહીંથી સાબરમતી જેટલો આખો વિસ્તાર આવી જાય તેટલો લાંબો-પહોળો અને ઊંડો ખાડો બનાવો. એ ખાડામાં યુગલિક બાળકના, તરતના જન્મેલા બાળકના વાળના ખંડ ખંડ ટુકડા કરી તેમાં ભરો, ઠાંસી ઠાંસીને ભરો, તેના ઉપરથી તમારી ટ્રકો, વાહનો, તમારા કહેવાતા રોલરો બધું જ જાય, ટસથી મસ ન ખસે, પાકા રોડ કરતાં મજબૂત...એ રીતે ભર્યા પછી દર સો વર્ષે એક ટુકડો કાઢો. આ રીતે વાળના ટુકડા કાઢતાં એ ખાડો ખાલી થાય તેટલાં વર્ષ ૧ પલ્યોપમ થાય. ૭૦૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ....એવા ૮૪ લાખ પૂર્વ ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું. એક પલ્યોપમનાં વર્ષ તો અસંખ્ય છે. એટલે ૧ પલ્યોપમ વર્ષના આયુષ્યવાળો દેવ અસંખ્યાતા જિનેશ્વરનાં પાંચેપાંચ કલ્યાણકો ઊજવી શકે છે. ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ઉત્સર્પિણી + અવસર્પિણી = ૧ કાલચક્ર અનંતા કાલચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત.
આવા અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ આ અગ્નિશર્માનો જીવ સંસારમાં ભટકશે. આ ગાથાઓ વાંચી હરિભદ્રસૂરિ ચમકે છે. અગ્નિશર્મા તો અજ્ઞાન છે. એ તો ભટકે ક્રોધના કારણે, પણ હું ધર્મ પામેલો, હું શાસન પામેલો, હું આટલે ઊંચે આવેલો, હું સંસારમાં ભટકીશ ? મારું શું થશે ? તરત કષાય શાંત પામે છે.
સંસારભાવ એટલે ભોગની પરાકાષ્ઠા - અને ૭ વ્યસનોની ગુલામી. મોક્ષભાવ એટલે યોગની પરાકાષ્ઠા અને ૭ ક્ષેત્ર તથા અનુકંપામાં ભરપૂર ધનનો વ્યય. ભોગથી Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org