________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ઘરે એકવાર જમવાનો અને એક સોનામહોરની દક્ષિણાનો પ્રબંધ કરાવી આપો.” તેની અલ્પબુદ્ધિ પર હસતા રાજાએ તેમ કરી આપ્યું.
આમ દરરોજ જમણ અને સોનામહોર મળવા લાગી છતાં એને લોભ જાગ્યો. તે બે ત્રણ કે વધારે ઘરે જમવા અને સોનામહોર ભેગી કરવા લાગ્યો. બીજી જગ્યાએ પહેલાં કરતાં સારું ભોજન જોઈ મોંમાં આંગળા નાખી ઉલટી કરી નાખતો, અને ફરી જમતો. આવી નાદાનીભરી ચેષ્ટાથી થોડા વખતમાં તેને કોઢનો રોગ થઈ આવ્યો.
રાજાએ તથા બ્રાહ્મણકુટુંબે તેને દૂર રહેવાનું સૂચન કર્યું. રાજા તો ઠીક પણ પોતાના પરિવારના લોકોના વર્તનથી તેને ઘણું લાગી આવ્યું અને તેઓ ઉપર એને ધૃણા અને વિશ્લેષની લાગણી પેદા થઈ. એકવાર એને એવી કુમત સૂઝી કે તેણે એક બકરો પાળ્યો અને તેને પોતાના એઠવાડ સાથે શરીરનાં પરુ લોહી વગેરે પણ ખવરાવવા લાગ્યો. આ રીતે ઇરાદાપૂર્વક તેણે પોતાનો રોગ બકરામાં સંક્રામિત કર્યો. અવસર જોઇ પોતાના પુત્રોને તેણે કહ્યું – “હવે હું વૃદ્ધ થયો છું. મારે તીર્થાટને જવું છે, પણ આપણા કુળની એવી પ્રથા છે કે પુત્રોને બકરાની બલીનું ભોજન કરાવી ઘર છોડાય અને તીર્થાટન આદિ કરાય.” પરિવારે સ્વીકાર કર્યાથી તેણે રોગીષ્ટ બકરાનું માંસ સહુને ખવરાવી પ્રસ્થાન કર્યું. ક્રમે બ્રાહ્મણ કુટુંબ પણ રોગિષ્ઠ થયું. વન-વગડાનાં ફળ-ફૂલછાલ ઔષધાદિ ખાતાં અને કુંડ-ઝરણાના પાણી પીતાં દૈવયોગે સમય જતાં બ્રાહ્મણનો રોગ મટી ગયો. ફરતો-ફરતો ઘરે તે આવ્યો ને કુટુંબને કોઢ-રોગથી પીડાતું જોઈ પ્રસન્ન થતો બોલ્યો- “જોયું ને અપમાનનું ફળ?' એની ચેષ્ટા અને વાણીથી સહુને વિશ્વાસ થઈ ગયો કે આ આના જ કામા છે. કોઈએ તેને આવકાર્યો નહીં. સહુના તિરસ્કારથી કંટાળી તે રાજગૃહીનગરે જતો રહ્યો.
અમારું સમવસરણ તે વખતે રાજગૃહીમાં થયું હતું. આ સેઢક નગરના દરવાજા પાસે બેઠો હતો. દ્વારપાળ દરવાજાની ચોકનું કામ સેઢુકને ભળાવી અમને વાંદવા આવ્યો. દરવાજા પાસે નગરદેવીનું સ્થાન હતું. ત્યાં ઘણું બધું નૈવેદ્ય જોઈ મૂળથી ખાવાની લાલસાવાળા સેઢુકે તે એટલું બધું ખાધું કે પાણીની જગ્યા પણ રાખી નહીં. અકળામણ વધી પડી. પાણી-પાણી કરતો તે મર્યો ને પાસેની વાવડીમાં દેડકો થઈ અવતર્યો. કેટલાક સમય પછી ત્યાં પાણી ભરતી પનિહારીઓના મોઢે અમારૂં ફરી આવવું સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે અમને વાંદવાની ઈચ્છાથી વાવડીમાંથી બહાર નિકળ્યો ને કૂદતો-કૂદતો માર્ગે જતો હતો. તેવામાં તે રાજા! તારા ઘોડાની ખરી નીચે ચગદાઈ, અમારા ધ્યાનમાં મૃત્યુ પામી દુક્રાંક દેવ થયો.
તારા સમકિતની ઈન્દ્રના મોઢે પ્રશંસા સાંભળી તેની પરીક્ષા માટે અહીં આવ્યો હતો. ભગવંત ! આપને છીંક આવતાં, “મરો' એમ તેણે શાને કહ્યું?' અમે નિર્વાણ પામીએ એ માટે ભક્તિથી તેણે કહ્યું કે- તમે સર્વ કર્મથી મુક્ત થાઓ.” “આ અભયને કહ્યું કે-મરો કે જીવો.”