________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ધર્મરૂપી અમૃતને માટે પાત્રતુલ્ય આ સમ્યકત્વ છે. તેના વિના ધર્મઅમૃત રહી શકતું નથી, તે પાંચમી ભાવના અને જ્ઞાન, દર્શનચારિત્રરૂપ રત્નની નિધિ સમ્યકત્વ છે, નિધિમાં જેમ રત્નોની સ્થિતિ છે તેમ સમ્યકત્વમાં જ્ઞાનાદિગુણોની સ્થિતિ છે. આ છઠ્ઠી ભાવના. સદા આ સમકિતની ભાવના ભાવવી. સમ્યકત્વની ભાવનાના વિષયમાં આ પ્રમાણે વિક્રમ રાજાનો પ્રબંધ છે.
| વિક્રમ રાજાની કથા કુસુમપુરમાં હરિતિલક રાજા રાજ્ય કરે. તેને ગૌરી નામક રાણી અને વિક્રમ નામે પુત્ર. યૌવનવયે યુવરાજ બત્રીસ રાજકન્યા સાથે પરણ્યો. તે રમણીઓ સાથે ભોગમાં લીન. એને જતો સમય પણ જણાતો નથી. એમાં કોઈ અશુભ કર્મના ઉદયે તેને શ્વાસ, કાસ, જ્વર આદિ રોગ સામટા જ થઈ આવ્યા, રોગની પીડા વધતી ગઈ. ઘણા ઉપચારો કર્યા પણ કારગત નિવડ્યા નહીં, તેને ક્યાંય શાંતિ મળે નહીં, એની મુંઝવણનો પાર નહીં, નિરાશ થયેલો યુવરાજ, ગમે તેવા ઓસડીયાં લઈ લે. રાજા-રાણી જે સાંભળે તે ઉપચાર કરે પણ વળે કાંઈ નહીં. ધનંજયયક્ષને સો પાડા ચડાવવાની માનતા ય માની. રોગ તો જામતો ગયો. એવામાં એક કેવળજ્ઞાની મુનિ પધાર્યા. તેમનું આગમન સાંભળીને રાજાને પણ અભિલાષ જાગ્યો ને તેણે વંદને જવાની તૈયારી કરી. આ જોઈ યુવરાજ વિક્રમે કહ્યું – “આ વ્યાધિથી તો હું ત્રાસી ગયો છું. અગણિત ઉપચાર કર્યા ને કેવી કેવી દવા ખાધી? પથ્ય પણ પાળ્યા. હવે મને સમજાય છે કે પાપથી વ્યાધિ આવે છે. ચારિત્ર્યવાન જ્ઞાની ગુરુઓના દર્શનથી પાપનો નાશ થાય છે અને પાપનો નાશ થતાં અવશ્ય દુઃખનો-વ્યાધિનો નાશ થાય જ છે. માટે મને પણ જ્ઞાની મહાત્માના દર્શને લઈ ચાલો.' પ્રસન્ન થયેલા રાજા તેને લઈ પરિવાર સાથે આવ્યા અને જ્ઞાની ભગવંતને વંદન કરી મોટી પર્ષદામાં યોગ્ય સ્થાને બેઠા. મહારાજજીએ ધર્મદશના આપી. તેને અંતે રાજાએ તેમને વિનયપૂર્વક પૂછ્યું - “ભગવન્! મારા યુવાન પુત્રને એકાએક આવા વ્યાધિ શાથી ઉત્પન્ન થયા?” કરુણાનિધિ કેવળજ્ઞાનીએ કહ્યું - “રાજા! દરેક કાર્યોના કારણ હોય છે. આનો પૂર્વભવ સાંભળવાથી તે જણાશે.
પૂર્વભવમાં આ પદ્ધ નામક રાજા હતો, જાણે અન્યાયનું તો ઘર જ જોઈ લો, તે શિકારે નિકળ્યો હતો. ગાઢવનમાં એક મુનિને ધ્યાનમાં જોઈ તેણે બાણ કાન સુધી ખેંચીને તેમને માર્યું. આ વાતની પ્રધાનમંડળ અને મહાજનને જાણ થતાં તેઓ ઘેરી ચિંતા અને ઊંડી વિમાસણમાં પડી ગયા, અસંતોષની જ્વાળા વ્યાપક બનતી ગઈ અને પરિણામે રાજા પધ પદભ્રષ્ટ થયા ને તેમના પુત્રનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, તે મુનિરાજ સાત લવ આયુ શેષ રહેતા સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. પદ્મરાજાની કેટલીક ટેવોએ તેને સાવ સામાન્ય માણસની કોટિમાં લાવી મૂક્યો. પરિણામે સહુનો અળખામણો અને અશાંત થઈ રહેવા લાગ્યો. એકવાર જંગલમાં આત્મસાધના કરતા એક મુનિને જોઈ તેને ક્રોધ ચડ્યો ને દ્વેષથી મારવા દોડ્યો. પણ જ્ઞાનબળથી તેને સાવ અધમવૃત્તિનો અને દુરાચારી જાણી તે મુનિએ તેના ઉપર તેજોલેશ્યા મૂકી. તેથી મરી તે સાતમી નરકે અને ત્યાંથી