________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
૨૧૩ ઉત્તર આપશે?” અને તેઓ મહાવીર મહાવીર ! કરતા રડી પડ્યા. તેમનું ગળું સૂકાવા લાગ્યું ને વીર વીરનું રટણ કરતાં હિબકાં ભરવા લાગ્યા ને છેવટે વી... ....વી નો ઉચ્ચાર કરતાં તેઓ બીજબુદ્ધિના ધણી અને દ્વાદશાંગીના ધારક હોઈ એક જ શબ્દથી સર્વશાસ્ત્ર અને તેના અર્થને ધારણ કરવાની મહાપ્રજ્ઞાવાળા શ્રી ગૌતમસ્વામી માત્ર વી અક્ષરની સાથે જ તેવા “વીથી વિશિષ્ટ શબ્દો
મૃતિ પટ પર આવી ગયા. વીતરાગ, વિબુદ્ધ, વિષયત્યાગી, વિજ્ઞાનમય, વિકારવિજેતા, વિદ્વેષી, વિશિષ્ટ-શ્રેષ્ઠ, વિશ્વપતિ, વિગતમોડી ઇત્યાદિ શબ્દોમાં વીતરાગ શબ્દનું ઊંડાણથી અવગાહન કરતાં, અર્થ ચિંતવતાં-પોતાની એકાકી અવસ્થા ભાવતાં તેમને સર્વથા મોહનો ક્ષય થતાં તરત ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આનંદઘેલા દેવોએ તરત સુવર્ણકમળ રચી તેમને બિરાજમાન કર્યા ધર્મદેશના સાંભળી સહુ કૃતાર્થ થયા. શ્રી ગૌતમસ્વામીજી બાર વર્ષ સુધી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ આપી સાદિ-અનંત સ્થિતિવાળા મોક્ષસુખને પામ્યા. સર્વ સંકલેશથી મુક્ત થયા. વિમલ કેવળજ્ઞાનથી ઉત્તમ, ગૌતમસ્વામી નામના એ પ્રથમ ગણધર ભગવંત કે જેઓએ શ્રી મહાવીર પરમાત્મા પાસેથી આત્માના અસ્તિત્વનો નિશ્ચય કરી બોય મેળવ્યો તેમને હું મનોહર સ્તુતિથી સ્તવું છું.
૫૬ સમ્યકત્વનાં છ સ્થાનો - ત્રીજું ચોથું સ્થાનક કુંભાર, ચક્ર, દંડ અને માટીના પિંડ આદિ કારણોથી જેમ ઘટરૂપકાર્ય (ઘડા)નો કર્તા છે. તેમ આ આત્મા પણ પાંચ પ્રકારના મિથ્યાત્વ, પચ્ચીસ ભેટવાળા કષાયો અવિરતિ, પ્રમાદ અને મન-વચન-કાયાના યોગરૂપ કર્મબંધના હેતુઓ દ્વારા શુભ-અશુભ કર્મ કરે છે. બાંધે છે, માટે આ જીવ જ કર્મનો કર્તા છે. એવી પ્રતીતિ એ સમ્યકત્વનું ત્રીજું સ્થાનક.
પોતે કરેલા કર્મોના પરિપાક (ફળ)ને પોતે જ ભોગવવા પડે છે. કેમ કે નહિ બાંધેલા કર્મોનો ભોગવટો કદી પણ હોતો નથી. અર્થાતુ જેમ જીવ કર્મનો કર્યા છે, તેમ પોતે જ તેનો ભોક્તા પણ છે એ સમ્યકત્વનું ચોથું સ્થાનક.
કર્મવાદ ઉપર અગ્નિભૂતિનો પ્રબંધ મગધદેશના ગુબ્બર ગામના નામના વિખ્યાત શ્રી ઇંદ્રભૂતિ ગૌતમના નાનાભાઈ અગ્નિભૂતિ પણ વિચક્ષણ બુદ્ધિ, ગાઢ પરાક્રમી અને ચઉદ વિદ્યાના પારગામી હતા તેઓ પણ સૌમલભટ્ટના મહાયજ્ઞમાં પોતાના પાંચસો શિષ્યો સાથે આવ્યા હતા.
યજ્ઞની વેદી પર તેઓ ક્રિયા કરાવતા હતા. ને ચારે તરફ વેદની ઋચાઓ મધુરસ્વરે બોલાતી અને આહુતિ અપાતી હતી. ત્યાં તેણે સાંભળ્યું કે-“તેમના મોટાભાઈ ઇંદ્રભૂતિ કોઈ