________________
૨૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ ત્યાં બોધ પામી તેમણે દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યું. એમ કરતા એક રાણીએ પોતાની કન્યાને સમજાવ્યું કે તારા પિતા પૂછે તો તું દાસી થવાનું કહેજે તેથી તું સુખી થઈશ ને સંસારના મોંઘા પદાર્થો સહેલાઈથી ભોગવીશ. શ્રીકૃષ્ણ પૂછતાં જ કન્યાએ કહ્યું – “મારે તો દાસી થવું છે. આ સાંભળતા જ શ્રીકૃષ્ણ સાશ્ચર્ય વિચારવા લાગ્યા, મારી દીકરી મારા મોઢે જ સંસારમાં પડવાની વાત કરે છે ? આ એકનો વાદ બીજી લે, ને આમ ને આમ કેટલી દાસીઓ મારે ત્યાં ઉત્પન્ન થાય!! આ પ્રપંચ તેમને અવશ્ય ભવભૂપમાં પાડશે.” એમ વિચારી બીજી કન્યાઓને પણ હિતશિક્ષા મળે તે ઉદેશ્યથી તેમણે મનોમન નિર્ણય લઈ દીકરીને વિદાય આપી.
એકવાર વીરા સાળવીને કૃષ્ણ પૂછ્યું - “વીરા! તેં તારા જીવનમાં કાંઈ પરાક્રમ કર્યું હોય તો જણાવ. વીરાએ કહ્યું - “સ્વામી ! બહુ મોટા પરાક્રમ કે અદ્ભુત કાર્ય મેં કર્યા નથી. છતાં જે થોડાઘણાં છે તે હું કહું છું.”
એકવાર હું જંગલ (દિશાએ) ગયો હતો. ત્યાં એક બોરના ઝાડ પરે ઊંચે બેઠેલા લાલ ડોકવાળા કાકીડાને એક જ ઢેફાથી એવો માર્યો કે ધરતી પર આવી પડ્યો એવું મારું નિશાન છે! વળી એકવાર વરસાદના દિવસોમાં ગાડાના માર્ગ) ચીલામાં પાણી વહેતું હતું તે મેં મારો પગ આડો મૂકી અટકાવી દીધું. અને પગ ઉપાડતા જ વહેતી નદીના પ્રવાહની જેમ તેને વહાવ્યું હતું. અને નાથ ! એકવાર તો બહુ મજાની વાત થઈ. વાત એમ બની કે અમે રહ્યા સાળવી. વસ્ત્રને વણવા- રંગવામાં લોટની કાંજીની જરૂર રહે, તે એક મોટા લોટામાં ભરી હતી. કાંજી અંદરના ભાગમાં થોડી થોડી ચોંટેલી હોઈ અગણિત માખીઓ તેમાં ભરાવા ને બણબણવા લાગી. લોટાના મોઢા ઉપર બંને હથેળી મૂકી મેં બધીને બંધ કરી દીધી હતી. શું ગુંજારવ થયો હતો એનો? આવી અભુત બીના મારા જીવનમાં બનેલી છે.” વીરાની આ વાત સાંભળી હસતાં હસતાં શ્રીકૃષ્ણ ઊભા થયા. પાછળ વીરો પણ ચાલ્યો, બંને રાજસભામાં આવ્યા મંત્રી મહામંત્રી અને રાજપુરુષોથી સભા ભરેલી હતી. તેમની સમક્ષ શ્રીકૃષ્ણ બોલ્યા, આ વીરો મહાપરાક્રમી છે, તેથી તેનું ઉચ્ચકુળ પણ પ્રગટ થાય છે એમ કહી શ્રીકૃષ્ણ મહારાજાએ તેના ત્રણ પરાક્રમો અતિશયોક્તિના આ ત્રણ શ્લોક દ્વારા આમ વર્ણિત કર્યા.
येन रक्तस्फटो नागो, निवसन्, वदरीवने । પતિતઃ ક્ષિતિશો, ક્ષત્રિય વૈષ વૈ મહાન છે ? येन चक्रकृता गंगा, वहन्ती कलुषोदकम् । થાપિતા વામપાત, ક્ષત્રિય વૈષ વૈ મહાન . ૨ | येन घोषवती सेना, वसन्ती कलशीपुरे । धारिता वामहस्तेन, क्षत्रियः सैष वै महान् ॥ ३ ॥