________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
niin 232 રાતમાં પધાર્યા હતા અને તેમના પૂર્વભવના મિત્ર ઘોડાને પ્રતિબોધ આપી ધર્મ પમાડ્યો હતો. અણસણપૂર્વક મૃત્યુ પામી તે ઘોડો સૌધર્મ દેવલોકમાં સામાનિક દેવ થયો.
તેણે અવધિજ્ઞાનથી પોતાની આખી પરિસ્થિતિ જાણી, ભરૂચ આવી, પ્રભુના સમવસરણમાં સ્વામીના ઘણા ગુણગાન ગાયા અને સહુને પોતાની વાત જણાવી. તેથી ત્યાં અશ્વાવબોધતીર્થનો પ્રાદુર્ભાવ થયો. પરમાત્માના ભવ્ય જિનાલયમાં (બોધ પામેલા) ઘોડાની આકૃતિ પ્રભુની સન્મુખ ઊભી રાખવામાં આવી. આ દેખાય છે તે જ “અશ્વાવબોધ તીર્થ.” આમ ઘણા દેશ નગર આદિ રાજાએ જોયા, એકવાર તેઓ લંકા ગયા. રાજાના પૂછવાથી કોકાશે કહ્યું – “આ લંકા નામની મહાનગરી છે. મેં ગુરુ મહારાજ પાસે સાંભળ્યું હતું કે આ લંકામાં રાવણ નામનો બળવાન વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તેની ઋદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ માટે લોકોમાં એમ કહેવાય છે કે તેણે શયન કરવાના પલંગના પાયે નવ ગ્રહોને બાંધ્યા હતા. યમરાજને હાથે-પગે બાંધી પાતાળમાં પહોંચાડ્યો હતો. તેના ઘર-આંગણાનો કાજો-કચરો વાયુદેવ પોતે કાઢતા હતા. મેઘરાજા તેના ઘરે પાણી ભરતા અને વાટિકાઓને સીંચતા હતા. સાતે શક્તિઓ (માતૃકાઓ) તેની આરતી ઉતારતી. શેષનાગ તેના માથા પર પોતાના મણિમય ફેણથી છત્ર ધરતો હતો. સરસ્વતી વિણા વગાડતી, રંભા, તિલોત્તમા નાટક કરતી. તુંબ નામના ગંધર્વ દેવ ગાયન ગાતા. નારદ તેમના દૂતનું કાર્ય કરતા, સૂર્ય રસોઈઓ થઈ રસોઈ પકવતો, ચંદ્ર અમૃતવર્ષા કરતો, મંગળ, ગાય-ભેંસ દોહી દેતો, શણગાર વખતે રાવણની સામે બુધ અરીસો લઈ ઊભો રહેતો. ગુરુ પ્રહરી થઈ ઘડીબેઘડી કે પ્રહરના ઘંટ વગાડતો. શુક્ર મંત્રીપણું કરતો, શનિ અંગરક્ષક બની તેની પાછળ પાછળ ફર્યા કરતો. અઠ્યાસી હજાર ઋષિઓ તેની પરબ સાચવતા હતા.
વિષ્ણુ પોતે મશાલચીની જેમ સળગતી મશાલ લઈ રાત-રાતભર ઊભા રહેતા હતા. બ્રહ્મા તેના પુરોહિત હતા. આમ સંસારમાં ન કલ્પી શકાય તેવો વૈભવ-સુખ સાહ્યબી ભોગવતો હતો. છતાં તેણે પરસ્ત્રીનું અપહરણ કરી પોતાનો સર્વનાશ નોંતર્યો, એ રાવણ અહીંનો રાજા હતો. ગુરૂ મહારાજે મને કહેલું કે તે સદા એક અદ્ભુત નવરત્નવાળો હાર ગળામાં પહેરતો. તે નવે રત્નોમાં તેના મુખનું પ્રતિબિંબ પડતું ને રાવણની શોભા સહ જોઈ રહેતા. તેથી તેનું નામ દશમુખ કે દશકંધર પણ પડેલું.
ઇત્યાદિ વાતો કરતાં તેઓ પાછા ફર્યા. કાકજંઘ રાજાને આ બધું સાંભળી આશ્ચર્ય થયું. એકવાર તેઓ પશ્ચિમ દિશા તરફ ગયા. ત્યાં જિનમંદિરોથી મંડિત થયેલા શ્રી શત્રુંજય અને ગિરનાર ગિરિરાજો જોઈ રાજા મહાન આશ્ચર્ય પામ્યો. તેને કોકાશે તેનો આખો ઇતિહાસ સમજાવ્યો અને તેના મહિમાના ગુણ ગાયા. તેવી જ રીતે ઉત્તરમાં જતા અષ્ટાપદ- કૈલાસ તીર્થોએ આવ્યા. ત્યાંના ઇતિહાસનું વર્ણન, ઇતિહાસ અને મહિમા પણ કોકાશે સમજાવ્યો. તેમજ કેટલાક શાશ્વતા
ઉ.ભા.-૧-૧૦