________________
૨૩૮
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ભવ્યમિથ્યાત્વી અને અભવ્ય જીવ આ બંને જણા ધર્મકથા આદિ દ્વારા અથવા ઉચ્ચ કોટિની સંયમ ક્રિયાના દેખાવથી સમિતિ ગુપ્તિના બાહ્ય ડોળથી અનેક જીવોને પ્રતિબોધે છે, અને શાસનને અનેક પ્રકારે દીપાવે છે, એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેમને દીપક સમકિતવાળા કહેવામાં આવે છે.
દિપક સમકિત ઉપર અંગારમર્દક આચાર્યનું કથાનક 1. શ્રી વિજયસેનસૂરીશ્વરજી પોતાના શિષ્યો સાથે વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પધાર્યા હતા. રાતના સમયે તેમના એક શિષ્યને સ્વપ્ન આવ્યું કે- “પાંચસો હાથીઓની વચ્ચે અગ્રેસર) એક ડુક્કર ચાલ્યો આવે છે. તે મુનિરાજે પ્રાત:કાળે સ્વપ્નની વાત ગુરુ મહારાજને કહી બતાવી. આ સાંભળી ઊંડું ચિંતન કરી આચાર્ય મહારાજે કહ્યું – “વત્સ ! આજે કોઈ પાંચસો સાધુઓના પરિવારવાળા આચાર્ય આવવા જોઈએ જે પોતે અભવ્ય હશે !” અને ખરે જ થોડીવારમાં એક પાંચસો શિષ્યોના સ્વામી રુદ્ર નામના આચાર્ય શિષ્યો સાથે પધાર્યા. વિજયસેનસૂરિજીના સાધુઓએ આવેલા સાધુઓની ઘણી સેવા કરી ને પ્રમોદમાં દિવસ પૂરો થઈ ગયો.
બીજા દિવસે વિજયસેન આચાર્યે પોતાના શિષ્યોને રુદ્રાચાર્યની અભવ્યતા પ્રત્યક્ષ દેખાડવા યુક્તિ બતલાવી કે- “માત્રા ભૂમિમાં કોલસાની ઝીણી કણીઓ અંધારું થતા પાથરી દેજો.' શિષ્યોએ તેમ કર્યું. રાત્રે લઘુનીતિ માત્રુ પરઠવવા જતા-આવતા રુદ્રાચાર્યના શિષ્યોના પગ તળે ચંપાવા લાગ્યા. તેનો ચમચમ અવાજ સાંભળી (અંધારામાં કાંઈ ન દેખાતા) ચમક્યા કે- “અવશ્ય પગ તળે મકોડા મરી ગયા. અરે મોટી વિરાધના થઈ આ પાપ કેટલું ઘોર થઈ ગયું. સાવધાની છતાં આ શું થઈ ગયું.” ઈત્યાદિ બોલતાં વારંવાર પશ્ચાત્તાપ કરતા ને આત્માને નિંદતા હતા. પાપનું પ્રતિક્રમણ કરતા. પ્રહર રાત્રિ વ્યતિત થયે રુદ્રાચાર્ય લઘુનીતિ કરવા ઉઠ્યા. પગના તળીયાથી ચંપાતા કોલસાનો અવાજ સાંભળી મોજથી બોલ્યા - “આ અરિહંત વીરના જીવડા કેવો અવાજ કરે છે? અત્યારે વળી શા માટે ફરવા નિકળ્યા છે?”
એમ બોલતાં નિઃશંકપણે કોલસાની કણીને મકોડા સમજી ખુંદી રહ્યા. વિજયસેનસૂરિજી મહારાજ અને તેમના શિષ્યોએ આ બધું સગા કાને સાંભળ્યું. કેટલાકે આંખે જોયું પણ ખરું. સહુને વિશ્વાસ થઈ ગયો કે રુદ્રાચાર્ય અભવ્ય જ છે. તેમના શિષ્યોને અવસર પામી વિજયસેનસૂરિજીએ શિખામણ આપી કે તમારે રુદ્રાચાર્યની સેવા કરવી જોઈએ નહીં. અન્વેક્ષણ અને પર્યાલોચન કરતા રુદ્રાચાર્યના શિષ્યોને પણ નિઃસંદેહ સમજાઈ ગયું કે આપણા નાયક- આચાર્ય સદ્ગુરુ નથી. તેમની સેવા કરવી પણ યોગ્ય નથી. કહ્યું છે કે -
सप्पो इक्कं मरणं, कुगुरु दिति अणंताई मरणाई ॥ તો વર સUહિયં મા સુર-સેવUTI માં