________________
૨૪૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ પદાર્થોમાં સારા-નઠારા જેવું કાંઈ નથી. સારી વસ્તુ ખરાબ ને ખરાબ વસ્તુ સારી થઈ શકે છે, થતી જ હોય છે. એ આપને બરાબર સમજાઈ જાય, દાસના પ્રયત્નનું એ જ પ્રયોજન છે.” રાજાએ કહ્યું- “ભાઈ ! વાત તમારી સાવ સાચી છે. પણ તમે જાણી ક્યાંથી ?” મંત્રીએ કહ્યું – “શ્રી જિનાગમના શ્રવણ અને તેની સદુહણાથી આ પુદ્ગલના પરિણામનો બોધ થાય છે. આ પુદ્ગલોની અચિંત્ય શક્તિની સમજણ આવે છે. અનેક પરિણામ પામવા પુદ્ગલનો સ્વભાવ છે. કિંતુ તે સ્વભાવ તિરોભાવથી વર્તતો હોઈ જ્ઞાની જ્ઞાનથી જાણે છે. છદ્મસ્થ જીવો જ્ઞાનાવરણીય આદિ આવરણના કારણે સારી રીતે નથી જાણી શકતા, પણ તેઓ શાસ્ત્રાધારે જાણે છે ને માને છે. મહારાજ! આ વિશ્વમાં વસ્તુની અપ્રાપ્તિ બે પ્રકારે હોય છે એક સતુ-વસ્તુની અપ્રાપ્તિ અને બીજી અસત્ -અવિદ્યમાન વસ્તુની અપ્રાપ્તિ. આમાં સસલાનું શૃંગ, આકાશનું ફૂલ, આદિ અસત્ વસ્તુની અપ્રાપ્તિ કહેવાય. કારણ કે, જે વસ્તુ સંસારમાં છે જ નહીં તે ક્યાંથી મળવાની?”
બીજી સત-વિદ્યમાન વસ્તુની અપ્રાપ્તિ આઠ પ્રકારે છે. તેમાં અતિ દૂર હોવાથી વસ્તુ ન મળે તે પહેલો પ્રકાર, તેના પણ દેશ-કાળ અને સ્વભાવે ત્રણ ભેદ છે. જેમ કોઈ માણસ પરગામ ગયો માટે ના દેખાયો. તેથી તેનો અભાવ નથી થતો પણ તે અતિ દૂર જવાથી નથી મળતો. તેવી રીતે સમુદ્ર સામે કાંઠે રહેલી વસ્તુ આપણે નથી જોઈ શકતા. તેમેજ કાળથી દૂર હોય તે નથી દેખાતા. જેમ આપણા જ પૂર્વજો જે પૂર્વ થઈને ગુજરી ગયા છે, અથવા શ્રી પદ્મનાભાદિ તીર્થકરો કાળથી દેખાતા નથી. ને ત્રીજો પ્રકાર સ્વભાવથી દૂરનો છે. હવા, જીવ, અવકાશ, ભૂત, પ્રેતાદિ પદાર્થો છે ખરા પણ તે સ્વભાવથી દૂર હોઈ આંખોથી જણાતા નથી. આ ત્રણ ભેદ પહેલા વિપ્રકર્ષ (દૂર) નામના પ્રકારવાળા છે.
બીજો પ્રકાર. અતિ સામીપ્યવાળી વસ્તુનું ન દેખાવું. જેમ આંખમાં જ આંજેલ મશ કે સુરમાને (જોતી) આંખ પણ જોઈ શકતી નથી. ઇંદ્રિયના ઘાતથી વસ્તુ ન દેખાય તે ત્રીજો પ્રકાર. જેમ કોઈ આંધળો બહેરો માણસ રૂપ-શબ્દ આદિ જોઈ સાંભળી ન શકે. મનની અસાવધાની (ચિત્તવિક્ષેપ) હોવાથી વસ્તુ નથી દેખાતી તે ચોથો પ્રકાર. જેમ કોઈનું ચિત્ત બીજે હોય ને પાસેથી મોટો હાથી ઘંટા વગાડતો ચાલ્યો જાય તો પણ તેને જુએ નહીં હાથી તો ત્યાંથી જ ગયો જ. પણ તેણે જોયો નહીં. વસ્તુ અતિસૂક્ષ્મ હોવાથી ન દેખાય એ પાંચમો પ્રકાર. જેમ જાળી આદિ કે છાપરાના છિદ્રમાં રહેલ ત્રસરેણુ પરમાણુ- કયણુક આદિ નથી દેખાતા. પણ છે તો ખરાં જ. કોઈ જાતના આવરણથી વસ્તુ ન દેખાય એ છઠ્ઠો પ્રકાર. જેમ જમીનમાં દટાયેલી, ભીંતમાં ચણાયેલી કે કોઈ પણ જાતના પડદા પાછળ રહેલી વસ્તુ દેખાતી નથી, પણ તેના અસ્તિત્વનો નકાર કોણ કરી શકે? તેવી જ રીતે આપણી જ મંદતાને કારણે શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ આપણે ન જાણી શકીએ. તથા એક વસ્તુથી પરાભવ પામી બીજી ન દેખાય તે સાતમો પ્રકાર. જેમ સૂર્ય આદિના તેજથી પરાભવ પામી ગ્રહ, નક્ષત્ર, તારા આદિ આકાશમાં પ્રગટ હોવા છતાં દેખાતા નથી. તેવી જ રીતે અંધકારથી પરાભવ પામેલ ઘટ આદિ પદાર્થો નથી દેખાતા તથા સમાન વસ્તુમાં ભળી જવાને કારણે ન દેખાય તે આઠમો પ્રકાર છે. જેમ તલના ઢગલામાં એક મુઠ્ઠી આપણા તલ નાંખીએ તો