________________
૨૩
૩૪
ઉ પદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ઘણાં પ્રયત્ન પણ જોઈતું થતું નહોતું તેથી તે પડતું મૂકી ઘરે ઓજાર લેવા ગયો. નવરા પડેલા કોકાશે તે ચક્ર બનાવવા માંડ્યું અને પેલો સુથાર આવતાં તો તેણે તૈયાર કરી લીધું. સુથાર ઘેરથી લાવેલા ઓજાર કોકાશને આપ્યા પણ પોતાથી બંધબેસતું ન થતું ચક્ર ઘડાઈને એવું થઈ ગયેલું જોયું કે કોકાશ સિવાય કોઈથી બને જ નહીં. સુથારને શંકા પડી. કોકાશને કળ બનાવવામાં પાડ્યો ને તેણે રાજા પાસે ખબર મોકલાવી કે મારે ત્યાં કોકાશ આવ્યો છે. તરત મારતે ઘોડે રાજપુરુષો આવ્યા ને કોકાશને પકડી સભામાં લઈ આવ્યા. રાજાએ તેને ઘણું પૂછયું પણ તેણે સાચી વાત કહી નહિ. “કાકજંઘ ક્યાં છે? એમ દમદાટી ને દબાણપૂર્વક પૂછ્યું પણ કોકાશે કાંઈ કહ્યું નહીં. શંકાથી રાજાએ રાજપુરુષોને તપાસ માટે મોકલ્યા ને કાકજંઘ મળી આવતા તેમને કાષ્ઠ પિંજરમાં બંદી કર્યા.
આ કલિંગ દેશના રાજા કનકપ્રભને કાકજંઘ પર એટલો દૈષ અને તિરસ્કાર હતો. તેણે ઘણી વિડંબણા કરી અને ખાવા માટે અન્નનો કર્ણ આપવાનો નિષેધ કર્યો. આવો સમર્થ રાજા પણ ભૂખે દિવસો વિતાવવા લાગ્યો. ત્યાં કોઈ રાજપુરુષને દયા આવવાથી વાયસપિંડ (કાગડાને અપાતાં બળી)ના બહાને પાંજરામાં ખાવાનું નાંખવા લાગ્યો. રાજા તે વીણીને ખાઈ લઈ નિર્વાહ કરવા લાગ્યો. કદી નહિ સાંભળેલું નહિ ભાળેલું અસહ્ય દુઃખ અચાનક આવી પડ્યું છતાં રાજા વૈર્યપૂર્વક સહન કરવા અને પોતાના દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો. તે પોતાના આત્માને અનુશાસિત કરતા કહેતો - “આ સંસારમાં કોણ સદા સુખી રહ્યો છે? કોને લક્ષ્મી અને પ્રેમ સ્થિર રહ્યા છે? મૃત્યુએ કોને પકડ્યો નથી? અને વિષયમાં કોણ આસક્ત થયું નથી ?'
રાજા કનકપ્રભે કોકાશના વધનો નિર્ણય કર્યો. તે જાણી અગ્રણીઓએ રાજાને નિવેદન કર્યું કે - “મહારાજ ! આ તો આપે ખીલી માટે મહેલ તોડી પાડવા જેવું કરવા માંડ્યું છે. ઉત્તમ પુરુષો તો ગુણનો પક્ષ કરે છે, પણ તેમાં પોતાનું કે પારકું એવો ભેદ જોતા નથી.”
કળાવાન સ્વ હોય કે પર, તે બધાને માટે બહુમાનને યોગ્ય છે. મહાદેવ (શંકર) વાત વિશેષે વિચાર કરી ચંદ્ર કળાવાન હોવાને કારણે તેણે પોતાના મસ્તકે રાખી મહાનતા આપી.”
નગરના આગેવાનોની વિનંતીનો તેમજ કોકાશની અદ્ભુત કળાનો વિચાર કરી રાજાએ કોકાશને કહ્યું- “હે કલાકુશલ ! તને મૃત્યુથી બચાવું છું, પણ મારી આજ્ઞા પ્રમાણે તારે ગરુડ જેવું ઉડતું કમલ કરી આપવાનું, તે લક્ષ્મીના કમળાકાર વિમાન જેવું જોઈએ. તેની સો પાંખડીઓમાં મારા સો રાજકુમારોને બેસવાની સગવડવાળું, વચ્ચે કર્ણિકાની જગ્યાએ મારા યોગ્ય સ્થાન કરવું, તેની ચારે તરફ રાજના મંત્રી આદિ હોદેદારોને બેસવાની જગ્યા બનાવવી અને ધાર્યા પ્રમાણે ગમનાગમન કરી શકાય તેવું કમળ કર.” જીવવાની આશાથી સચેત થયેલા કોકાશે વિચારીને કહ્યું - “આપની જે કાંઈ પણ આજ્ઞા હશે, તેનું પાલન કરવામાં આવશે. અને તેણે કાઇ-લોઢે આદિ