________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૨૩૫ મંગાવી કામ શરુ કર્યું. અવસર મળતાં જ કોકાશે કાકજંઘ પાસે જઈ કહ્યું – “આપ જરાય ચિંતા કરશો નહિ. થોડા સમયમાં બધું વ્યવસ્થિત થઈ જશે. તમે તમારે ધર્મધ્યાનમાં તત્પર રહો. પરમાત્માનું ધ્યાન ધરો.”
કોઈ ન જાણે એ રીતે તેણે કાકજંઘના પુત્રને સમાચાર મોકલ્યા કે તમે સેના લઈને નજીક આવો એટલે મને ખબર આપજો. આ તરફ દેવભવન જેવું કમળ તૈયાર થઈ ગયું. રાજા આદિ જોઈ જોઈને મલકાઈ રહ્યા, તે એટલું મજબૂત હતું કે ઘણ લઈને મારતા પણ ન તૂટે. એવામાં એને સંકેત મળ્યા કે સેના આવી ગઈ છે. એટલે તેણે શુભ શુકન મુહૂર્ત જોવરાવી રાજાને સપરિવાર તે કમળમાં બેસાડ્યા. આખી પ્રજા આ કૌતુક જોવા ભેગી થઈ હતી. ત્યાં કોકાશ કમળમાંથી બહાર આવ્યો ને એવી કળ (ચાવી) લગાડી કે આંખના પલકારામાં કમળની પાંખડીઓ બીડાઈ ગઈ. સુંદર ખીલેલું કમળ બંધ થઈ જેલ બની ગયું.
અંદર પૂરાયેલા લોકોએ ધમપછાડા તો ઘણા કર્યા પણ કંઈ વળ્યું નહીં. બહાર ભેગી થયેલી પ્રજાએ પણ ઘણો ઘોંઘાટ કર્યો. કિંતુ રાજાની મુક્તિનો તે ઉપાય નહોતો. એક ઊંચા ઓટલા પર ચડીને કોકાશે લોકોને સંબોધન કર્યું. “સુજ્ઞ પ્રજાજનો! એકલા ને શસ્ત્રાદિ વિનાના અમારા રાજારાણીને કનકપ્રભ રાજાએ જાનવરની જેમ કાષ્ઠ પિંજરમાં નાંખ્યા છે. સમરની ભૂમિમાં પકડાયેલા રાજકેદીઓને પણ આવી રીતે ન રખાય. એટલું જ નહિ આ દુષ્ટ તેમને અન્નનો દાણો પણ ખાવા દીધો નહીં અને મને મારી નાખવાનો નિશ્ચય કરેલો. શત્રુતાના પણ નિયમો ને ધારાધોરણો હોય છે. રાજાથી લૂંટારાની જેમ વર્તી શકાય નહીં. મારા રાજાની જેમ હવે એ પણ કાઇ પિંજરનો બંદીવાસ અનુભવે એ આવશ્યક છે.”
- કનકપ્રભના માણસો કોકાશને પકડવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં કાકજંઘનો પુત્ર સૈન્ય લઈ આવી પહોંચ્યો. કનકપ્રભ રાજાની સેનાનો પરાજય થયો. રાણી સહિત કાકજંઘને પિંજરમાંથી બહાર કાઢ્યા. આ રાજ્ય કકજંઘે જીત્યું હતું છતાં પોતાની મર્યાદાની ભૂમિની બહાર હોઈ તે સ્વીકાર્યું નહીં. કોકાશ કનકપ્રભને બંધ કમળમાં જ રહેવા દઈ સહુ સાથે પ્રયાણ કરી પોતાના નગરમાં આવ્યો. રાજા કાકજંઘ સુખપૂર્વક રાજય કરવા લાગ્યો. તેણે ઝીણવટથી તપાસ કરતાં ખબર પડી ગઈ કે ગરુડની કળ વિજયા રાણીએ બદલી નાંખી હતી છતાં તેણે ગંભીરતા રાખી. પોતે કળની વાત જાણે છે એવી શંકા પણ ન ઉપજે તેની તેણે સાવધાની રાખી. કહ્યું છે કે, - ધનનો નાશ, મનનો સંતાપ, ઘરનું દુશરિત્ર્ય, છેતરામણ અને અપમાન આટલી વસ્તુ કોઈને કહેવી જોઈએ નહીં.” એમ જાણી વિજયા રાણીનું અજાણતા પણ કદી અપમાન કર્યું નહીં.
આ તરફ કનકરથ રાજા ને તેના પરિવારને કમળઘરમાંથી છોડાવવા પ્રજા અને ચતુર સુથારોએ ઘણા પ્રયત્નો કર્યા પણ કમળ ખૂલી શક્યું નહીં. છેવટે કુહાડાથી કમળ તોડી નાખવા