________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૨ ૨૭ અહીં કોઈને શંકા થાય કે ત્રીજી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ પ્રમાણ છે. તથા શ્રી નેમિનાથ પ્રભુથી આવતી ચોવીસીના બારમા તીર્થંકર સુધીનું અંતર અડતાલીસ સાગરોપમનું છે, એ એક જ ભવમાં તો પૂરું થઈ ન શકે. તેના ઉત્તરમાં ગ્રંથકાર જણાવે છે કે- “શ્રી હેમચંદ્રાચાર્યકૃત શ્રી નેમિનાથ ચરિત્રમાં શ્રીકૃષ્ણના પાંચ ભવ જણાવેલ છે. તેથી પાંચ ભવ સંભવે છે, તત્ત્વ તો કેવળી ભગવંત જાણે, વસુદેવહિંડી ગ્રંથમાં લખ્યું છે કે શ્રીકૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળીને ભરતક્ષેત્રના શતદ્વારપુર નામના નગરમાં મંડલીક રાજા થશે. તે ભવમાં દીક્ષા લઈ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી વૈમાનિક દેવ થશે, ત્યાંથી બારમા અમમ નામના તીર્થકર તરીકે ચ્યવશે અને તીર્થ પ્રવર્તાવશે.”
આ રીતે શ્રી કૃષ્ણ વાસુદેવ શુદ્ધ શ્રદ્ધા ગુણથી તીર્થંકરની લક્ષ્મી અને મુક્તિ પ્રાપ્ત કરશે. આ રોચક સમ્યકત્વથી શ્રેણિક મહારાજા આદિ તીર્થંકરપદ પામ્યા, એ જગપ્રસિદ્ધ વાત
આ પૃથ્વી ઉપર દેવો અને મનુષ્યો જેમના ગુણનું વર્ણન કરે છે તે શ્રીકૃષ્ણ શ્રી જિનશાસન પર ત્રિકરણ શુદ્ધ ભક્તિવાળા થયા.
૫૯ :
કારક સત્વ જેમ સિદ્ધાંત (આગમ)ના શ્રવણથી તેમાં કહ્યા પ્રમાણે તપોનુષ્ઠાન કરવાનું હોય છે તેવી જ રીતે ગુરુ મહારાજના વચન પ્રમાણે તપોનુષ્ઠાન, વ્રતાચરણાદિ સર્વ ક્રિયાઓ કરવી. કારકસમકિતથી ગુરુવચનોમાં અનુરાગ અને શ્રદ્ધા પ્રબળ થાય છે. તે ઉપર કાકજંઘ અને કોકાશની કથા આ પ્રમાણે છે.
કાકજંઘ અને કોકાશની કથા કોંકણનો લીલોછમ પ્રદેશ, તેમાં સોપારક નામનું સોહામણું નગર ત્યાંના રાજા વિક્રમધન. ત્યાં સોમિલ નામનો કળાવાન સુથાર હતો. તે રાજમાન્ય અને સર્વસુથાર કારીગરનો આગેવન હતો. તેને દેવિલ નામનો પુત્ર હતો. તેટલી જ વયનો તેની દાસીનો કોકાશ નામનો પુત્ર હતો. જે બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો. પોતાના પુત્ર દેવિલને સુથારની કળા સોમિલ શીખવાડવા ઘણા પ્રયત્નો કરતો, પણ દેવિલ મંદ હોઈ તે શીખી શક્યો નહીં. કહ્યું છે કે પિતાથી તાડિત પુત્ર, ગુરુથી શિક્ષા પામેલો શિષ્ય અને હથોડીથી ટીપાયેલું સુવર્ણ આ ત્રણ વસ્તુ સંસારમાં શોભા પામે છે ને