________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
૨૨૫ ભાવાર્થ : બોરડીના વનના વાસી લાલ મોઢાવાળા સર્પને આ વીરાએ ભૂમિશસ્ત્રથી ભોં ભેગો કરેલો તેથી આ મહાનુ ક્ષત્રિય છે. એકવાર એણે ચક્રથી નિપજેલી ગંદા પાણીવાળી ગંગાના પ્રવાહને માત્ર ડાબા પગથી રોકી દીધો હતો તથા કલશીપુર નગરમાં વસતી મહા ઉદ્ઘોષ કરતી સેનાને એક હાથથી અવરોધી હતી-અટકાવી હતી. માટે આ જાતિવાન મહાક્ષત્રિય છે. આ વીરો યોગ્ય અને પાત્ર લાગવાથી રાજકન્યા કે,મંજરીનો વિવાહ આની સાથે નિશ્ચિત કરવામાં આવે છે, એમ કરી કૃષ્ણ મહારાજાએ પુત્રીને બોધ થાય એ ઉદેશથી વીરા સાથે પરણાવી દીધી. વીરો તો રાજકુંવરીને પરણી અડધો અડધો થઈ ગયો.રાજકુમારીની આજ્ઞા માથે ઉપાડે ને સેવકની જેમ તે જે કહે તે કરે. કુરવીના દમામનો ને વીરાની ચાકરીનો જાણે પાર નહીં.
એકવાર શ્રીકૃષ્ણ મહારાજે વિરાને પૂછયું – “વીરા ! કેમંજરી તારી આજ્ઞા પ્રમાણે વર્તે છે ને ! ઘર સાચવવામાં ને કામકાજમાં બરાબર લક્ષ આપે છે ને?' તેણે ઉત્તર આપતા કહ્યું - મહારાજ ! મારી ગરીબની વળી આજ્ઞા કેવી, આજ્ઞા તો એ મહારાણીની મારે ઉપાડવી પડે છે. એ કહે છે કે હું મહારાણી છું. અને એને કામ કરવાનું હોય? કામ તો એની આજ્ઞા પ્રમાણે અમારા કુટુંબીઓ અને હું કરીએ છીયે.” આ સાંભળી ભ્રકુટી ચઢાવી કૃષ્ણ બોલ્યા - “મૂર્ખ, તારું તે કાંઈ જીવન છે, દાસોનું? એ તારી પત્ની છે ને તને પરણી છે છતાં તું મારી દીકરી સમજી એની આજ્ઞા પ્રમાણે વર્તે છે. તારી આજ્ઞા પ્રમાણે એને ચાલવાનું હોય કે એની ઇચ્છા પ્રમાણે તારે વર્તવાનું હોય? આમ કરીશ તો તારા હાથમાંથી ઘર ને ઘરવાળી બંને જશે !”
આ સાંભળી વીરો ઘરે આવી કે,મંજરીને પ્રભુત્વ બતાવવા અને આજ્ઞા આપવા લાગ્યો. પેલીએ ન ગણકારતા તેણે આંખો ફાડી કહ્યું – “કેમ સંભળાય છે કે નહીં? ઉઠ ઉભી થા. કૂવે જઈ તાજું પાણી ભરી લાવ અને ઉની ઉની રસોઈ તૈયાર કરી જમાડ.” કેતુમંજરી તો આભી બની પૂછવા લાગી – “તમને આ ઓચિંતુ થઈ શું ગયું? તમે હજી હમણાં સુધી તો કેવા સારા હતા? વિરાએ કહ્યું – “નવા નવ દિવસ? સમજી અમે કાંઈ કહેતા નહોતા પણ તારે સમજવું જોઈતું હતું કે, તું અમારું ઘર ચલાવવા આવી છે, રાજ કરવા નહીં, ચાલ ઉભી થા, પહેલા આ ઓરડા વાળી નાંખ, કેટલો કચરો પડ્યો છે?' ધણીની હાકલ સાંભળીને તેનું નિર્ણયાત્મક નિર્ધારવાળું વર્તન જોઈ તેણે અતિ નમ્રતાપૂર્વક કહ્યું – “તમારી વાત સાચી છે પણ આ કામ મેં કદી કર્યા નથી. તે મને શી રીતે આવડે? આ તો હું નહિ કરી શકું ' આ સાંભળી ખીજાયેલા વીરાએ “એમ, તું હવે મારી સામે બોલવા લાગી? તું મને ઉત્તર આપતા લજવાતી નથી.” આવું કદી નહીં સાંભળેલું હોય તે બોલી - “જરા સમજીને બોલો, આ સારું નથી લાગતું. ત્યાં તો વીરાનો પિત્તો ગયો અને તેણે કે,મંજરી પર હાથ ઉપાડ્યો. આ જોઈને હેબતાઈ ગયેલી રાજકુંવરી મા પાસે દોડી આવી ને રોતાં રોતાં આપવીતી કહી સંભળાવી.
માતાએ શ્રીકૃષ્ણ પાસે જવા કહ્યું. તેણે ત્યાં જઈ કહ્યું – “આવા સમર્થ પિતાના સંતાન કેટલાં દુઃખી છે એ કોઈ જાણતું નથી” શ્રીકૃષ્ણ મહારાજાએ કહ્યું – “દાસ-દાસીના લલાટે દુઃખ