________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ લખાયેલું હોય છે. તેં તારી ઇચ્છાથી દાસત્વ સ્વીકાર્યું છે. તારી બહેનો કેવી મહારાણીપણાનું સુખ ભોગવે છે? એ તારે જોવું હોય તો તારી નજરે જોઈ શકે છે.' અકળાઈ ગયેલી કુંવરી બોલી - ‘તમે જ કહેશો તે કરીશ પણ પેલા મૂર્નાધિરાજના ઘરે નહિ જાઉં.' શ્રીકૃષ્ણે કહ્યું – “તો પ્રભુની દેશના સાંભળ અને સંસારની વાસ્તવિકતા સમજ, ચારિત્ર મેળવવાના મનોરથ અને પ્રયત્ન કર. ચારિત્ર મળશે તો જ મહારાણીપણાનું સુખ મળશે. બાકી ગુલામો માટે આખો સંસાર છે.' આખરે તે બોધ પામી અને શ્રીકૃષ્ણ તેને મોટા સમારોહપૂર્વક દક્ષા અપાવી. આમ તેમણે બીજા પણ અનેકોને દીક્ષા અપાવી. ઘણાઓને વ્રત- નિયમ,પચ્ચકખાણ આદિ કરાવી કલ્યાણ માર્ગે વાળ્યા. પણ પોતે તો અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે કાંઈ પણ વ્રત-નિયમ કરી શકતા નહીં. આમ ને આમ મોંઘા જીવનના અમૂલ્ય દિવસો વીતે જતા હતા.
એકવાર દયાના સિંધુ શ્રી નેમિનાથ ભગવંત ગિરનાર ગિરિરાજ પર સમવસર્યા. બહોળા પરિવાર ને વિપુલ ઋદ્ધિ સાથે શ્રીકૃષ્ણ તેમને વંદન કરવા આવ્યા. ઘણી જ હોંશ, ભાવના અને ઉત્કંઠાપૂર્વક તેમણે અઢાર હજાર મુનિરાજોને દ્વાદશાવર્ત વંદન કરવા માંડ્યું. સાથે અનેક રાજાઓ પણ વંદન કરવા લાગ્યા; વંદન કરતા રાજાઓ થાકતા ગયા તેમ બેસતા ગયા પણ વીરા શાળવીએ શ્રીકૃષ્ણ મહારાજાની સાથે ઠેઠ સુધી સર્વ મુનિરાજોને વંદન કર્યું. શ્રીકૃષ્ણનું વંદન ભાવથી ઓતપ્રોત હતું ત્યારે વીરા શાળવીનું ભાવશૂન્ય કેવળ દ્રવ્યવંદન હતું. વંદનના પરિશ્રમથી શ્રીકૃષ્ણના શરીરે પરસેવો થઈ ગયો અને ગાત્રો દુઃખવા લાગ્યા ભગવંત પાસે આવીને તેમણે પૂછ્યું- “ભગવંત! . મેં ત્રણસોને સાંઈઠ સંગ્રામો કર્યા. તેમાં ઘણાં શસ્ત્રાસ્ત્રો ચલાવ્યા-ઝીલ્યાં અને ઘણાં ઘા ખાધા કિંતુ એ યુદ્ધો કરતા પણ આજ મુનિરાજોને વંદન કરતા વધારે થાક લાગ્યો છે.” ભગવાને કહ્યું - મહારાજા, તમને આજ અચિંત્ય લાભ થયો છે. એક તો સાત પ્રકૃતિના ક્ષયે ક્ષાયિકસમકિતની પ્રાપ્તિ થઈ છે. તથા આવતી ચોવીસીમાં તમે બારમા અમમ નામના તીર્થંકર થવાના છો (તે ગોત્ર બાંધ્યું) વળી સાતમી નરકને યોગ્ય આયુષ્ય કર્મને ત્રીજી નરકને યોગ્ય કર્યું.”
આ સાંભળી હર્ષ-વિષાદની લાગણી અનુભવતા શ્રીકૃષ્ણ પ્રભુજીને કહ્યું- “દયાળુ જો એમ જ હોય તો શેષ ત્રણ નરકના નાશ માટે ફરી સર્વને વંદના કરું.” પ્રભુએ કહ્યું – “કૃષ્ણ ! પહેલા તમે આશા વિના વંદન કરેલું તેનું મહાફળ મળ્યું. હવે વંદનના બદલામાં કાંઈક મેળવવાની આશાએ થતું વંદન એ ફળ આપે તેમ છે જ નહીં. સંસારમાં જે ઉત્તમ પદ અને અનુત્તર પુણ્ય છે તે તો તમે મેળવ્યું છે. હવે વધારે શું જોઈએ ? બાકી નરક તો પૂર્વે વાસુદેવ થવાનું નિયાણું બાંધ્યું ત્યારથી નક્કી થયેલી જ છે. કેમ કે, અર્ધચક્રી વાસુદેવ મરીને નિશ્ચયે નરકે જ જાય. ત્રીજીથી
ઓછી નરક તો તેમને હોય જ નહીં. માટે ખેદ છોડી નિયત સ્થિતિનો સ્વીકાર તથા આત્મસાધન કરવું શ્રેયસ્કર છે.” આ સાંભળી કૃષ્ણ મહારાજા પ્રભુજીને વંદન કરી, પ્રભુના વચનોને યથાર્થ માનતા સ્વસ્થાને આવ્યા.