________________
૨૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ અગ્નિહોત્ર કરવો. એમ બતાવે છે. તથા “સૈષ ગુહા દુરવગાહા” તે ગુફામાં દુઃખે પ્રવેશ કરી શકાય અને “ઢ બ્રાહ્મણી પરમપર ચ તત્ર પર સત્યજ્ઞાન, અનંતરે બ્રહ્મતિ=બે પ્રકારે બ્રહ્મ છે. પહેલું સત્યજ્ઞાન અને બીજું અનંતર બ્રહ્મ, (બ્રહ્મ એટલે મોક્ષ).”
આ પદોનો તું આમ અર્થ કરે છે. જીવનપર્યત અગ્નિહોત્ર કરવાના વિધાનથી જણાય છે કે મોક્ષસાધન કરવાની કોઈ ક્રિયા જ નથી, કેમ કે અગ્નિહોત્રનું ફળ સ્વર્ગ છે. જીવનપર્યંત અગ્નિહોત્રનો અર્થ એ છે કે મોક્ષસાધનાના કાળનો અભાવ! જો સાધન અને સમયનો નિર્દેશ નથી તો મોક્ષ પણ નહીં જ હોય. વળી મોક્ષનું અસ્તિત્વ જણાવનાર વેદવાક્યો તેં જાણ્યાં, સૈષ ગુહા.... તે આ મોક્ષરૂપી ગુફા સંસારરસિક લોકોને માટે દુ:ખે પ્રવેશી શકાય તેવી છે. આનાથી તે જાણ્યું કે મોક્ષ જણાય છે. પર-અપર બ્રહ્મથી પણ મોક્ષની સ્થિતિ જણાઈ એટલે તું પડ્યો સંદેહમાં. એક પદથી મોક્ષનો અભાવ ને બીજાથી ઉપસ્થિતિ? તું નિર્ણય ન કરી શક્યો ને લાંબા સમયથી સંદેહનો ભાર વહે છે. પરંતુ હે પ્રભાસ ! તેનો ખરો અર્થ હું કહું છું, તે સાંભળ;
માવજીવ સુધી અગ્નિહોત્ર કરવાની વાતમાં ‘વા’ શબ્દ છે. એટલે કે અથવા પ્રમાદી થઈ નિષ્ક્રિય ન બનવું પણ છેવટે પુણ્યબંધ કરાવનાર અગ્નિહોત્ર તો અવશ્ય કરવો. અથવા તો મોક્ષની સાધના ન કરી શકનાર, સ્વર્ગની ઈચ્છાવાળા માટેનું આ વિધાન છે. તેથી કાંઈ મોક્ષ કે તેના સાધનનો નિષેધ થતો નથી. વળી તું એમ પણ માને છે કે દીપકની જેમ જીવનો પણ નાશ થાય. બૌદ્ધમતની માન્યતા છે કે, દીપક બૂઝાઈને કાંઈ પૃથ્વીમાં ઘૂસી જતો નથી, આકાશમાં ઉડી જતો નથી, દિશા કે વિદિશામાં દોડી જતો નથી પણ તેલના ક્ષયથી માત્ર શાંત થાય છે. તેવી જ રીતે જીવ પણ જ્યારે નિવૃત્તિ પામે છે ત્યારે આકાશ-પાતાળ કે દિશાવિદિશામાં જતો નથી. પણ સંસાર સંબંધી કુલેશના ક્ષયથી કેવળ શાંતિને પામે છે. આવું તારું માનવું પણ ખોટું છે કારણ કે જીવની મુક્તિ છે. જીવનો નાશ થતો નથી. બૌદ્ધોનું માનવું છે કે મોક્ષ એટલે અભાવ, અર્થાત્ જીવનો જ નાશ. તેથી તેઓ શૂન્યવાદી કહેવાય છે. ખરેખર તો જીવ મુક્ત થઈ સ્વરૂપમય થાય છે અને શાશ્વતપણે રહે છે. જેમના અત્યંતર . શત્રુગણ નાશ પામ્યા છે એવા આત્માઓ મુક્તિ પામીને બધી પીડા અને દુઃખથી રહિત થઈ કેવળજ્ઞાન-કેવળદર્શનયુક્ત અનંત આનંદમાં લીન થાય છે.
દીપકની જેમ આત્મા નાશ પામે છે, એવી તારી શંકા અસત્ય છે. દીવો નવા નવા પરિણામે પરિણમે છે. તે બૂઝાય તેથી તેનો નાશ નહીં પણ પરિણામાંતર થાય છે. જેમ દૂધનું દહીં થતાં દૂધ કાંઈ નષ્ટ થતું નથી, તેનું પરિણામાંતર થઈ જાય છે. તેમ દીવો નષ્ટ થયો નથી પણ કારણ વિશેષે તેનો ઉદ્યોત અંધકારમાં ભળી ગયો છે. ઘડો ફૂટી જવાથી તે કકડા કે ઠીકરાં તેના ભુકારૂપે પરિણામ પામે તેથી કાંઈ તેનો સર્વથા નાશ ન કહેવાય. કદાચ કોઈને એમ લાગે કે, જો સર્વથા નાશ ન પામે તો દીવો દેખાય કેમ નહીં?” તો સમજવું જોઈએ કે દીવો બૂઝાઈ જતાં તે અંધકારના