________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૨૧૭
૫
સમ્યક્ત્વનું પાંચમું-છઠ્ઠું સ્થાનક
કર્મબંધના કારણોના અભાવથી, ઘાતીકર્મના ક્ષયથી, જીવ કેવળજ્ઞાન પામે છે અને (આઠે) સમસ્ત કર્મોના ક્ષયથી મુક્તિ મેળવે છે. ત્રણે લોકના સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને ચક્રવર્તી, નરેન્દ્રોનાં સઘળાં સુખો, મોક્ષના સુખની આગળ અનંતમે ભાગે પણ નથી. વિશ્વના સર્વભાવોને જાણનારા સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકર ભગવંતોએ મોક્ષને અક્ષયપદ કહ્યું છે. તે અનંત સુખથી પરિપૂર્ણ છે, આવી મુક્તિની પ્રતીતિ તે સમ્યક્ત્વનું પાંચમું સ્થાનક અને તે મુક્તિના ઉપાય-મોક્ષપ્રાપ્તિના અનન્ય સાધન જ્ઞાનીઓએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર બતાવ્યાં છે. બધા ય વગર ચાલશે પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર વિના નિસ્તાર નથી. તેનાથી જ મુક્તિ શક્ય છે એવી શ્રદ્ધા તે સમ્યક્ત્વનું છઠ્ઠું સ્થાનક છે. સમ્યક્ત્વરૂપી રત્નની ખાણ જેવા આ છએ સ્થાનકોની સદા ચિંતવના કરવી. મોક્ષોપાય પર પ્રભાસગણધરનું ચરિત્ર
રાજગૃહીનગરીમાં બળ નામનો દ્વિજ પોતાની અતિભદ્રા નામની પત્ની સાથે વસતો હતો. તેમને પ્રભાસ નામનો પુત્ર હતો, તે કુશાગ્રબુદ્ધિ અને પ્રબળ પ્રજ્ઞાવાળો હોઈ નાની વયમાં જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષ, અલંકાર, વેદ, સાંખ્ય, મિમાંસા, અક્ષપાદ, યોગાચાર આદિ દર્શનકારોના શાસ્ત્રોનો તલસ્પર્શી જ્ઞાતા થયો. જ્ઞાનનો એને એટલો અહંકાર હતો કે આખા સંસારના માણસોને તે મૂર્ખ માનતો.
ચંપાપુરીનાં ઉદ્યાનમાં સોમલ નામના શ્રીમંત બ્રાહ્મણે યજ્ઞ કરાવ્યો ત્યારે તેણે જેમ ઇન્દ્રિભૂતિ આદિને આમંત્ર્યા હતા તેમ આ પ્રભાસ પંડિતને પણ ઠાઠમાઠથી તેડાવ્યા હતા. ત્યાંના ઉદ્યાનમાં શ્રી મહાવીરસ્વામીની પધરામણી થતાં, તેમની જ્ઞાનગરિમા અને યથાર્થતા જાણી અભિમાન મૂકી ઇન્દ્રભૂતિ આદિ દશ પંડિતો તેમના શિષ્ય થઇ ગયા, આ જાણી પંડિત પ્રભાસે વિચાર્યું-‘નક્કી મહાવીરના રૂપે અમારો ઉદ્ધાર કરવા સાક્ષાત્ પરમેશ્વર પોતાનું ધામ મૂકી અહીં આવ્યા છે. અન્યથા આવી શક્તિ બીજાની હોઈ શકે નહીં. માટે હું ત્યાં જઈ તેમના દર્શન કર્યું. તેમનું સૌષ્ઠવ, દેહકાંતિ, બોલવાની રીત, વિદ્વતા, ચતુરાઈ આદિ જોવા જાણવા મળશે. મારે બંને પ્રકારે ત્યાં જવું જ જોઈએ. એક તો મારી જ્ઞાતિના મોટા મોટા પંડિતો જ્યાં ગયા છે ત્યાં મારે જવું જ જોઈએ અને બીજું કદાચ ઘુણાક્ષર (લાકડા કોરતો કીડો અણજાણપણે જેમ કોઈ અક્ષર કોરે તે) ન્યાયે કોઈ યુક્તિમાં હું ફાવી જાઉં તો મારો તો જયજયકાર થઇ જાય.'
જો કે હું કોઈપણ પંડિતો કરતા વધારે જ જાણું છું, પણ મહાવીરને જીતી શકું તો મારા માન-મોભાનો પાર જ ન રહે માટે મારે જવું જ જોઈએ.' એમ વિચારી તે પ્રભુજીની પાસે આવ્યો. તેને પ્રભુજીએ કહ્યું-‘આયુષ્યવાન્ પ્રભાસ ! તું ભલે આવ્યો તને તો મોક્ષનો સંદેહ છે, એક વેદવાક્યથી તને સંશય ઉપજ્યો છે. એ પદ જરામ વા એતત્સર્વં, યદગ્નિહોત્ર, એટલે-જીવનપર્યંત