________________
૨૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ કરતી નારીને સર્વોગે આલિંગન કરતો. ભૂત-પ્રેતના વળગાડથી બહાવરા બનેલા નાગા પુરુષની જેમ જ રમણ કરે છે. તેને શું સુખ મળે છે? માત્ર મોહાધીન હોવાથી દુઃખને સુખ માને છે.
બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર લક્ષ્મીને ભોગવી તેથી શું? સગા-સંબંધી, જ્ઞાતિ- ગોત્રીઓને પોતાના ધનથી ઘણા સંતોષ્યા તેથી શું? શત્રુઓના માથા ઉપર પગ દીધો તો તેથી શું? અને દીર્ઘકાળ સુધી સ્વસ્થતાભર્યું લાંબુ આયુષ્ય ભોગવ્યું તેથી શું? અર્થાત્ પરિણામે આ બધું નિષ્ફળ અને વિનાશવાન છે.
આ પ્રમાણે સાધન (દાન-પુણ્ય), સાધ્ય ધર્મ-સંવરરૂપ) કાંઈ પણ બની શક્યું નહીં, તો સપનામાં મળેલા રાજ્ય જેવું કે ઈન્દ્રજાળના રંગીન કૌતુક જેવું આ સંસાર પ્રપંચ- વૈભવ બધું પરમાર્થ શૂન્ય (
નિપ્રયોજન) ગયું, માટે તે સુજ્ઞો! જો તમારામાં ચેતના-પ્રજ્ઞા હોય તો અત્યંત નિવૃત્તિને કરનાર સમસ્ત બાધાઓથી રહિત એવા એકમાત્ર મોક્ષની અભિલાષા રાખો. જે મિષ્ટાન્ન ખાતા મૃત્યુ નિપજે તે મિષ્ટાન્ન નહીં પણ વિષ જ કહેવાય. તેમ જે સુખનું પરિણામ દુઃખ હોય તે સુખ દુઃખ જ કહેવાય. મહાભાષ્યમાં કહ્યું છે કે – “માત્ર દુઃખના પ્રતિકાર સ્વરૂપ હોવાને લીધે વિષયો દુઃખરૂપ છે. કોઢ અંતર્ગત આદિ વ્યાધિઓ કાઠાં, ટુ આદિ ઔષધો, શસ્ત્ર ચિકિત્સા, છેદન, ડામ આદિ ચિકિત્સાથી મટે છે. અર્થાત્ દુઃખના પ્રતિકારમાં દુઃખરૂપ જ ચિકિત્સા હોય છે પણ મન- ઇંદ્રિયને આનંદ દેનારું હોતું નથી.
તેવી જ રીતે વિષયસુખ પણ માત્ર તરસ, ભૂખ, ઇચ્છા વિલાસ-વાસના આદિ દુઃખના પ્રતિકારરૂપે જ છે તેથી ચોખે ચોખ્ખું દુઃખ છે છતાં લોકમાં તે સુખના નામે ઓળખાય છે પરંતુ આવો ઉપચાર પારમાર્થિક સુખ સિવાય ક્યાંય ઘટિત થઈ શકતો નથી. જેમ કોઈ માણસનું નામ સિંહ હોય અને તેને સિંહના નામથી બોલાવાય લોકરૂઢિથી તે જાણવામાં આવે પણ તેથી કાંઈ આ સિંહનો ભય લાગતો નથી. કેમ કે તે નામનો જ સિંહ છે. તેમજ કોઈ રાજેશ્વર કે ઈન્દ્ર, ચંદ્ર નામ ધરાવતો હોય પણ વાસ્તવમાં જેમ તેની પાસે સત્તા, શક્તિ કે સંપત્તિ હોતા નથી તેમ આ કહેવાતા ' સુખમાં ખરેખર સુખ જેવું કંઈ હોતું નથી. લોકોએ તેનું નામ સુખ પાડ્યું છે, સુખ શબ્દથી તે ' ઓળખવામાં આવે છે. પારમાર્થિક, વાસ્તવિક સુખ તો એકમાત્ર મુક્તિમાં છે. તે સુખને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી. તે સુખનો પ્રતિકાર ન કરી શકાય તેવું સત્ય છે.
હે પ્રભાસ ! વેદમાં પણ સંસાર અને મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. “ન હ વૈ, સશરીચ્ય પ્રિયાધિયોરપતિરસ્તિ, અશરીર વા વસંત પ્રિયા પ્રિયે ન સ્પૃશ્યત ઈતિ એટલે કે સશરીર (શરીરવાળા) આત્માને પ્રિયાપ્રિય સુખ-દુ:ખનો વિનાશ નથી અને અર્થાતુ. શરીરધારી જીવ- સુખ-દુઃખાદિ પામે છે. અને શરીર રહિત (મુક્ત) આત્માને પ્રિયાપ્રિય સ્પર્શ કરતા નથી. માટે આ આત્માએ મોક્ષ મેળવવા યત્ન કરવો જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાય અન્ય કોઈ પણ ઉપાયે મોક્ષ મેળવી શકાય તેમ નથી.