________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
પુગલરૂપે પરિણમે છે. તેથી તે પૂર્વરૂપે દેખાતો નથી. જેમ આકાશમાં રંગીન વાદળાં દેખાતા હોય પણ કારણવિશેષને પામી તે વિખરાઈ જાય ને સફેદ રંગના દેખાવા લાગે, કે સૂક્ષ્મ પરિણામાંતર થઈ જાય તેથી તે પહેલાં જેવાં દેખાતાં નથી, તેમ અહીં ઘડો કે દીવો ફૂટવા કે બૂઝાયા પછી સૂક્ષ્મસૂક્ષ્મતર, પરિણામાંતર થઈ જાય છે, તેથી દેખાતાં નથી.
પરંતુ તેથી કાંઈ વાદળાની જેમ સર્વથા નાશ પામતા નથી. કારણ કે પુદ્ગલોના પરિણામ વિચિત્ર હોય છે. જેમ સોનાનું પાતળામાં પાતળું અને ઝીણામાં ઝીણું (વરખનું) કણ આંખે જોઈ શકાય છે પણ સોનાનો રસ રાખ-માટીમાં ભળી જાય કે તેની ભસ્મ કરવામાં આવે તો તે સોનારૂપે નજરે દેખાય નહીં. પણ તે ભસ્મ સોના કરતા વધારે ભાવે વેચાય ખરી? અને પ્રયોગ વિશેષ પાછું સોનું પણ બની શકે છે. તેથી સોનું નાશ પામ્યું ગણાય નહિ. આમ પુગલની વિચિત્રતા અનેક રીતે જોઈ શકાય છે. દીવાના પગલો તેજોમય હોઈ પહેલા દૃષ્ટિથી ગ્રહણ કરાતા હતા. તે દીવો ઓલાયા પછી અંધકારરૂપે થઈ નાક આદિથી ગ્રાહ્ય થાય છે. રૂપાંતર પામેલો દીવો ઓલવાયેલો કહેવાય તેમ જીવ પણ કર્મરહિત થઈ સંપૂર્ણ સ્વરૂપલાભને પામે છે, અવ્યાબાધરૂપ પરિણામાંતરને પામ્યો તે નિર્વાણ કે મુક્તિને પામ્યો કહેવાય, પણ નાશ પામ્યો કહેવાય નહીં.
ઓ પ્રભાસ! તને એમ પણ લાગે છે કે સિદ્ધના જીવોને શબ્દ, રસ, ગંધાદિ, વિષયોનો ઉપભોગ નથી, ઈન્દ્રિયો કે શરીર નથી, તો તેમને સુખ શાનું? ક્યાંથી? ઇંદ્રિય- શરીરાદિ વિના ઉપલબ્ધ થઈ શકે કેવી રીતે ? પણ તારે જાણવું જોઈએ કે કલેશનું કારણ જ ઇન્દ્રિયો અને શરીર છે. જ્યાં ઇન્દ્રિયોથી સુખ મેળવવાની વાત છે. ત્યાં કદી પણ તૃપ્તિ નથી જ. સિદ્ધજીવો તો અવેદી, અનિંદ્રિય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દથી સર્વથા રહિત છે. તેથી તેઓ અનિર્વચનીય સુખના ધણી છે. મુક્ત જીવોને બધાયથી ઉત્કૃષ્ટ, સ્વાભાવિક = અકૃત્રિમ, અબાધિત, નિરુપમ, શાશ્વત સુખ છે, (વાદીની પ્રતિજ્ઞા) તેમને અનંતજ્ઞાન છે, તથા તેઓ જન્મ, જરા, મરણ, વ્યાધિ, આધિ, ઉપાધિ, રતિ, અરતિ, હર્ષ, ષ, સંભ્રમ, ચિંતા, શોક, ભય, ગ્લાનિ આદિ સમસ્ત પીડાના કારણોથી રહિત છે માટે (ઇતિ હેતુ) શાસ્ત્રમાં બતાવ્યા છે તેવા નિરાગી, નિષ્કલંકી, સંતોષી - કોઈ જૈનમુનિની જેમ (ઇતિ દાંત) આ સંસારના કોઈ પણ પુષ્પમાળ, ચંદનાદિ મહેકતા પદાર્થોના વિલેપન, સુસ્વાદુ ઉત્તમ ભોજન, અતિ મધુર સુગંધી પેયનું પાન, અતિ સૌન્દર્યવાન કામચતુર નવયુવતીઓના હાવ, ભાવ, વિભ્રમ, વિલાસ કટાક્ષાદિની સુલભતા અને તેમની સાથે યથેચ્છ રમણ તથા ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર, ચક્રવર્તીના વિપુલભોગ અને રાજ્ય આદિથી મળતા સુખ કે જે પુણ્યોદયને આધીન છે, તે સદાકાળ નહી ટકતા હોવાને કારણે પરિણામે દુરંત હોવાથી વસ્તુતઃ દુઃખરૂપ જ છે.
કારણ કે, તે શુભ કર્મોદયથી મળેલ હોવાથી, શરીરની ખંજવાળ કે રોગીને મળેલ ભાવતા કુપથ્યની જેમ થોડો સમય કિંચિત્ સુખાભાસ કરાવી ઘણા દુઃખો દેનાર હોવાથી તે સુખ નહીં પણ દુઃખરૂપ જ છે. માટે વસ્તુસ્થિતિના જાણકાર વિરાગવાન કહે છે કે કામાવેશથી સત્કારશબ્દ