________________
૨૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ મહાવીર નામના સર્વજ્ઞ પાસે વાદ-વિવાદમાં હારી ગયા ને તેમના દીક્ષિત શિષ્ય થઇ ત્યાં જ રહી ગયાં છે. આ સાંભળી કદી નહીં અનુભવેલો આંચકો ને અચંભો તેમને થયો. ત્રણે લોકના પંડિતો ભેગા થઇને પણ જેને ન જીતી શકે એવા મારા અજેય ભાઈને કોઈ ઇંદ્રજાલિકે કપટ કરીને છેતર્યા લાગે છે. સંસારના ગુરુ જેવા ગૌતમને તેણે ભરમાવી નાખ્યા. પણ કશો વાંધો નહીં. હું ભાઈ જેટલો ભોળો નથી. એ ગૌતમ સર્વજ્ઞ છતાં ભોળા છે. પણ એ વાદીને મારી શક્તિનો પરિચય નથી. તેણે હુંફાળી ગુફામાં સૂતેલા સિંહને જગાડ્યો છે. ભાઈ ! તું મુંઝાઈશ નહીં. હું આ આવ્યો, એ વાદીનો પરાજય કરી તને પાછો લાવું છું.' ઓ નવા પંડિત, એમ મારા ભાઈને તું લઈ જઈ શકશે એમ ?’ અને હુંકારની ગર્જના કરી અગ્નિભૂતિ ઉઠ્યા ને સાથે તેમના પાંચસો શિષ્યો પણ ઉભા થઈ ગયા.
અભિમાનથી અગ્નિભૂતિની છાતી ફુલી ગઈ હતી ને ગાત્રોમાં લોહી ખળભળતું હતું. અદ્ભુત છટાથી તેઓ જતા ને તેમને પાંચસો શિષ્યો જયજયકારપૂર્વક અનુસરતા હતા. થોડી જ વારમાં સહુ સમવસરણના ભવ્ય દ્વાર આગળ આવી ઉભા. સર્વજ્ઞ શ્રી મહાવીરદેવે તેમને ઇંદ્રભૂતિની જેમ નામ-ગોત્રના સંબોધનપૂર્વક બોલાવ્યા. દિવ્ય ને મધુર વાણી. ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જાણે સિંહાસન ઉપર બિરાજ્યું છે. અગ્નિભૂતિએ વિચાર્યું-‘આમણે કોઈ પાસેથી મારી જાણ મેળવી મને બોલાવ્યો. વાણી ને દર્શન બધું અદ્ભૂત. ભાઈ આમાં જ ભોળવાઈ ગયો. પણ હું નહિ ભોળવાઉં, જો સર્વજ્ઞ હોય તો મારા મનની વાતનો સંશય કહી બતાવે. ત્યાં તો અંતર્યામી ભગવાને કહ્યું-‘હે અગ્નિભૂતિ ગૌતમ ! તને કર્મના વિષયમાં શંકા છે જે ઉચિત નથી. તે શંકા પુરુષ એવેદ સર્વે..... ઇત્યાદિ વેદપદોથી ઉદ્ભવી છે, એનો અર્થ તું આમ કરે છે.’ પુરુષ એટલે આત્મા એટલે માત્ર આત્મા જ છે, પણ કર્માદિ નથી. આ બધું પ્રત્યક્ષ દેખાતું ચેતન અચેતન સ્વરૂપ વિશ્વ, જે વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં થનાર છે તે, જે મુક્તિ અને સંસારનો સ્વામી છે તે, જે આહા૨થી વૃદ્ધિ પામે છે, જે મનુષ્ય પશુ આદિ ચર (ચાલે છે તે) અને મેરૂપર્વત આદિ અચર છે તે, જે દૂર છે અને જે પાસે છે તે બધું પુરુષ એટલે આત્મા જ છે. આ સચેતન-અચેતનની અંદર તેમજ બહાર માત્ર આત્મા છે ને તે સિવાય કશું જ નથી.
આવી રીતે હે અગ્નિભૂતિ ! તું આત્માની સિદ્ધિ અને કર્મનો અભાવ સિદ્ધ કરે છે. જે યોગ્ય નથી. કારણ કે વેદ મંત્રોના મર્મને તારે જાણવો જોઈએ, વેદમંત્ર ત્રણ પ્રકારે હોય છે. કેટલાંક વિધિવાદ, કેટલાંક અનુવાદ પ્રતિપાદક હોય છે. ‘સ્વર્ગકામીએ અગ્નિહોત્ર (યક્ષ) કરવો.’ આ વિધિ વાક્ય છે. અર્થવાદના સ્તુતિઅર્થક અને નિંદા અર્થક એમ બે પ્રકારના વાક્યો હોય છે. તેમાં ‘પુરુષ એવેદ’ આદિ વાક્ય આત્માની સ્તુતિવાળા છે. તેમજ હિંસાદિ કાર્યો દુર્ગતિના કારણ હોઈ તે ન કરવા પ્રતિપાદન કરતાં વાક્યો નિંદાર્થક કહેવાય. એટલે જે વાક્યોથી તું કર્મનો અભાવ સિદ્ધ કરે છે, તે પદો આત્માની સ્તુતિ માટેના છે. તેથી આત્માનો ગુણાનુવાદ બતાવ્યો પણ કર્મનો અભાવ જણાવ્યો નથી, તથા દ્વાદશમાસાઃ સંવત્સરો, અગ્નિ, ઉષ્ણઃ; હિમસ્ય ભેષર્જ એટલે બાર