________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૨૦૭
આ આત્મા સત્તાને આશ્રયી, દ્રવ્યથી શાશ્વત છે. માત્ર અનાદિ અનંત અવસ્થાપણે રહેનાર હોવાથી ધ્રુવ છે એટલે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી અશાશ્વત આ આત્મા છે.એવી જે સદુહણા તે સમ્યકત્વનું બીજું સ્થાનક છે.
નિશ્ચય જીવ છે જ. એવી નિઃશંક માન્યતા પર શ્રી ગૌતમ ગણધર મહારાજનો પ્રબંધ આ પ્રમાણે છે
શ્રી ગૌતમ સ્વામીનો પ્રબંધ મગધ દેશમાં ગુબ્બર નામે ગામમાં વસુભૂતિ નામના પંડિત રહેતા, તેમની પત્ની પૃથિવી નામે હતી. પુત્રનું નામ ઇન્દ્રભૂતિ હતું તેઓ ગૌતમ ગોત્રના હતા. ઇન્દ્રભૂતિ ઘણા જ પ્રતિભાશાળી અને અભુત પ્રજ્ઞાના ધણી હતા. દેખાવડા, ગુણિયલ અને જેવા વિદ્વાન હતા તેવા જ ક્રિયાકાંડી પણ ખરા. વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાય, અલંકાર, છંદ, જયોતિષ, પુરાણ, વેદ અને ઉપનિષદ આદિ સમસ્ત બ્રાહ્મણ ગ્રંથ ને શાસ્ત્રના તે યુવાવસ્થામાં જ પારગામી થયા. તેમની વિદ્વતા, કુશાગ્ર બુદ્ધિ, તીવ્રતર તર્કશક્તિ અને સર્વતોમુખી પાંડિત્યથી તેઓ અતિપ્રસિદ્ધ અને ગૌરવપૂર્ણ આદર પામ્યા હતા
પાંચસો તેમને શિષ્ય હતા, તેઓ પંડિતોમાં મૂર્ધન્ય સ્થાન ભોગવતા હતા. તેમના પ્રશંસકો તેમને સર્વજ્ઞ કહેતા. પોતાને સર્વજ્ઞ માનવા છતાં મજાની વાત તો એ હતી કે “જીવ છે કે નહિ? એવો તેમને ઘોર સંદેહ હતો. આ શંકાના નિવારણ માટે તેઓ કોઈ સમકાલીન-સ્વવર્ગીય પંડિતને કાંઈ પણ પૂછી પણ શકતા નહીં કારણ કે ઇદ્રભૂતિ ગૌતમ બધું જ જાણે છે કે જે બધું જાણે તે સર્વજ્ઞ કહેવાય. એવી તેમના માટે લોકોમાં દઢ શ્રદ્ધા હતી અને પોતે કોઈને કાંઈ પૂછે તો સહુની ભ્રમણા ભાંગી જાય.
એકવાર સોમલ નામના શ્રીમંત બ્રાહ્મણે મહાયજ્ઞનું આયોજન કર્યું. તેમાં ભારત વર્ષના સમસ્ત-સમર્થ-
દિગ્ગજ પંડિતોને આમંત્ર્યા. તેમાં વ્યાસપીઠે-અગ્રસ્થાને ઇન્દ્રભૂતિ ગૌતમ હતા. યજ્ઞ આરંભાઈ ચૂક્યો હતો ને માણસ તો જાણે સમાતું ન હતું.
એ અવસરે સમીપના મહાસન ઉદ્યાનમાં પરમ દયાળુ શ્રી મહાવીર સ્વામી ભગવંત પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું, પ્રભુજી દેશના દેવા બિરાજયા. દિશાઓમાંથી માણસો અને આકાશમાંથી દેવો દોડતા આવવા લાગ્યા. અગણિત દેવોના સમૂહને ગગન મંડલથી ઉતરતા જોઈ આનંદમાં આવી ગયેલા ઇન્દ્રભૂતિ વિચારે છે કે, હું પવિત્ર, મારા ઉચ્ચાર સ્વચ્છ અને વિધિવિધાન પણ શુદ્ધ! પછી તો દેવો આવે જ ને ! હવે તો મારો.... પણ અરે? આ શું? દેવો અહીં યજ્ઞમંડપમાં આવ્યા વિના જ આમ ક્યાં ફંટાયા?” તેઓ મંડપમાંથી બહાર આવી સામેથી આવતા મનુષ્યોને પૂછવા લાગ્યા તમે બધા ક્યાં જઈ આવ્યા. તેમણે કહ્યું- “અમે શ્રી સર્વજ્ઞ પરમાત્માને