________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-
૨૦૫ કુમારે કહ્યું – “યક્ષરાજ ! હું તમને કહું કે માત્સર્ય, અવહેલના અને હાસ્યથી પ્રણામ કરાય તે પ્રહાસપ્રણામ કહેવાય. માતા, પિતા, કાકા, મામા, મોટાભાઈ આદિ યોગ્ય વડીલોને પ્રણામ એ વિનયપ્રણામ કહેવાય. મિત્ર- સગા- સંબંધીને કરેલો પ્રણામ એ પ્રેમપ્રણામ કહેવાય. રાજા- શેઠ આદિને પ્રણામ તે સ્વામી પ્રણામ અને દેવ ગુરુને પ્રણામ તે ભાવપ્રણામ કહેવાય. આ બધા પ્રણામમાંથી તમને કયા પ્રકારના પ્રણામ હું કરું ?' યક્ષે કહ્યું – “હું સમર્થ છું, વિશ્વનો ઉદ્ધાર કે સંહાર હું કરી શકું છું. માટે મને ભાવ નમસ્કાર કર.” કુમારે કહ્યું – “તમે પોતે ત્રાસમાં ને સંસારમાં ડૂબેલા છો ત્યાં બીજાના ઉદ્ધારની ક્યાં વાત? જેમ લોઢાની શિલા (કે નાવ) સ્વયં અને આશ્રિતને પણ ડૂબાડે છે તેમ આરંભવાળા આત્મા પણ સ્વયં-પરને ડૂબાડે છે.”
ઇત્યાદિ કુમારના કથનથી યક્ષ જ્ઞાન પામ્યો. કુમારની પ્રશંસા ને પુષ્પવૃષ્ટિ કરી કામ પડ્યે સંભારજો,’ કહી ચાલ્યો ગયો. વિક્રમકુમારે નિષ્ઠાપૂર્વક ધર્મ આચર્યો, પિતાના સ્થાને તેનો રાજ્યાભિષેક થયો. તે મહાપ્રતાપી રાજા કહેવાયો. કલિંગ દેશના દુર્જય રાજાને યુદ્ધ નહોતું કરવું માટે) કર્યા વિના દેવની સહાયથી જીત્યો. નિરુપદ્રવ રાજ્યનો તે શાસક થયો. એકવાર વિક્રમ રાજા ક્યાંક જતા હતા ત્યારે એક ધનાઢ્ય શેઠને ત્યાં આડંબરપૂર્વક ઉત્સવ થતો જોયો. પાછા ફરતા તે જ શેઠને ત્યાં છાતીફાટ રૂદન અને આશ્ચંદન ચાલતું હતું. રાજાએ વિસ્મિત થઈ કારણ પૂછતાં લોકોએ કહ્યું – “આશ મૂક્યા પછી મોટી વયે હમણાં શેઠને પુત્ર થયો ને થોડી જ વારમાં ગુજરી ગયો. આનંદ અને વિષાદનું આ જ કારણ છે.” આ સાંભળતા જ રાજા ચમકીને બોધ પામ્યા, જીવન અનિશ્ચિત અને અનિત્ય છે. માટે બાલ્યકાળથી જ ધર્મ સેવવો જોઈએ. ઝાડ પર લાગેલા પાકા ફળોની જેમ જીવને સતત પડી (મરી) જવાનો ભય રહેલો છે. આમ વિચારી વિક્રમ રાજાએ પુત્રને રાજગાદીએ બેસાડી તરત દીક્ષા લીધી, તપશ્ચર્યા, વેયાવચ્ચ, જ્ઞાન, ધ્યાનપૂર્વક સંયમની સાધના કરી સમકિતની છ ભાવના ભાવતા તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ને મુક્તિ પામ્યા. આ ભાવના ભવથી તારે છે.
| વિક્રમ રાજા જેવી શુભ ભાવનાઓપૂર્વક સમ્યકત્વનું સેવન કરવું, કારણ કે તેથી બંને લોકમાં મહોદય થાય છે.
૫૫ સમ્યકત્વનાં છ સ્થાનો-પહેલાં બે સ્થાનક જીવ અનુભવસિદ્ધ છે. જ્ઞાનરૂપી નેત્રોવાળા કેવળીને એ પ્રત્યક્ષ છે. વિભિન્ન વાંછાઅભિલાષાથી તે જણાય છે, માટે પહેલું અસ્તિસ્થાન (આત્મા છે) કહેવાય છે.