________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૨૦૯ કારણ કે બધાં જ ધર્મમાં ભિન્ન ભિન્ન મત અને પરસ્પર વિરૂદ્ધ આગમશાસ્ત્ર હોય છે. એક કાંઈ કહે તો બીજું કાંઈ જુદું જ. નાસ્તિકો તો આલોકની વૈષયિક સાધનામાં પડ્યા છે.
(પોતાની નવોઢા નારી ધર્મવતી ને સદાચારિણી હોઈ લંપટતા ન સંતોષાતી જોઈ તે વિષયાભિલાષીએ પત્નીના પારલૌકિક વિશ્વાસનો નાશ કરવા તેને ઘણી વાત સમજાવી પણ તે ન માની. તે કહેતો- “ભોળી રે ભોળી ! તને કોણે ભોળવી?” આ ધર્માચાર્યો અને તેમણે બનાવેલા ધર્મગ્રંથોથી શ્રદ્ધાળુ સરળતાથી છેતરાય છે. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ તો કરવો જોઈએ ને?” ત્યારે તે ઉત્તર આપતાં કહેતી, “માણસ અને જાનવરમાં મોટો ફરક છે.”
મોંઘો માણસનો અવતાર ખાવા અને ખેલવામાં ખોઈ નાંખીએ તો આપણી ગતિ કઈ થાય? લાજ-મર્યાદાને સંયમ તો પાયાની વાત છે. આખી દુનિયા કાંઈ ને કાંઈ પરલોકનું સાધન કરે છે ત્યારે તમને એકલી ભોગની લાલસા. પતિ બોલ્યો- “જો સાંભળ. આપણને એક વસ્તુ મળી અને તે ઉપયોગમાં ન લેવી જતી કરવી એમ તું કહે છે? અરે, તેના જેવી હતભાગી કોઈ વ્યક્તિ નથી. અને આખી દુનિયા જે કરે તે આપણે ઘેટાની જેમ શા માટે કરવું? જો હું તને લોકોની બુદ્ધિના દર્શન કરાવું.” એમ કહી તેણે એક લાકડાનો બનાવેલો વરૂનો પંજો બતાવી રાત્રે કહ્યું - “ચાલ નદીએ.” અને તેણે નદી કાંઠાની બારીક રેતીમાં વરૂના પગલા પાડ્યા. સવારે તો શોરબકોર મચી ગયો. લોકો કહે – “રાતે વરૂ આવ્યું હતું. હવે ચેતતા રહેજો. ઢોરોને સાચવજો ને વાડામાં સુરક્ષિત રાખજો. આ વરૂ હળી ગયું તો કઠિનાઈ ઊભી થશે.” એમાં વળી એકે ગપ મારી કે મારૂં વાછડું વરૂ ઉપાડી ગયું.” ત્યારે પેલા લંપટ પત્નીને કહ્યું – “જો બધા શું કહે છે? તારી સામે મેં વરૂના બનાવટી પગલાં પાડ્યા હતા છતાં વરૂ આવ્યું ને પેલાનું વાછરડું ય લઈ ગયું! બોલ છે ને પોલંપોલ? બસ આમ જ ધર્મશાસ્ત્રોના ગોટાળા ઊભા કરી ધર્માચાર્યો મુગ્ધજનોને ભ્રમમાં નાંખી પોતે આનંદ માણે છે. આંખે દેખાય તે સાચું ન માનવું, ને નહીં દેખાતાને લેવા દોડવું એ કેવું ડહાપણ? માટે જ્યાં સુધી યુવાવસ્થા છે. ત્યાં સુધી આપણે પણ જીવન માણી લઈએ. તે વિના ક્યાંય કશો સાર નથી ને તેની વહુ તો આભી બની જતી રહી. આમ લાલસાની સીમા- રેખાનો નાશ થતા માણસો આવી કુયુક્તિ ઉપજાવે છે.
વેદાંતવાદી કહે છે કે શરીરવાળા જીવને પ્રિય કે અપ્રિયના નાશ (અભાવી નથી શરીર વિનાના આત્માને પ્રિય-અપ્રિય-સુખ-દુઃખ સ્પર્શ કરી શકતા નથી.
ત્યારે કપીલમતાનુયાયી કહે છે કે - “જીવાત્મા છે, પણ તે કર્તા નથી, સત્ત્વાદિ ગુણોથી રહિત, સુખાદિનો ભોક્તા અને ચિદ્રુપ- જ્ઞાનરૂપ છે.” ' અર્થાત્ પ્રભુએ ઇન્દ્રભૂતિને કહ્યું કે - “આગમો આપસમાં વિરોધી હોઈ આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થવી તને સંભવ ન લાગી ઉપમા પ્રમાણમાં સરખાપણાનો બોધ કામ કરે છે, જેમ કે લાડવા જેવું કોઠાનું ફળ હોય છે જેણે લાડવો જ ન જોયો હોય તે કોઠાને કેવી રીતે શોધી