________________
૨૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ તેને મારી નાખવાની આજ્ઞા આપી પણ શેઠે વચ્ચે પડી મૃત્યુદંડ ન દેવા દીધો. આથી રાજાએ રાણીદાસી બન્નેને હદપાર ચાલ્યા જવાનું કહ્યું. રાણીએ લજજાવશ આત્મહત્યા કરી અને પંડિતા દાસી પાટલીપુરમાં કોઈ વેશ્યાને ત્યાં ગઈ ને ત્યાં રહી.
આ પ્રસંગથી સુદર્શન શેઠને એવો વૈરાગ્ય થયો કે તેમણે દીક્ષા સ્વીકારી. સુદર્શન શેઠ આત્મસાધના- જ્ઞાન-ધ્યાન- ગુરુસેવામાં ઉદ્યમશીલ થયા. એકવાર વિચરતા તેઓ પાટલીપુત્ર આવ્યા. પંડિતાએ ઓળખી લીધા. બનાવટ કરી તે ઘરે વહોરવા તેડી લાવીને બારણાં બંધ કર્યા. ઘણાં સતાવ્યા ને ઘણી કદર્થના કરી. પણ મુનિ શાંત ને સ્વસ્થ રહ્યા. સાંજે તેમણે કંટાળીને છોડી મૂક્યા. સુદર્શન મુનિ સીધા સ્મશાનમાં જઈ ધ્યાનમાં લીન થઈ ગયા. મરીને વ્યંતર થયેલ અભયારાણી પૂર્વનું વેર સંભારી ત્યાં આવીને અનુકૂળ- પ્રતિકૂળ ઘણા ઉપસર્ગ કર્યા. તેમણે તો દયા જ ચિંતવી ને થોડી જ ક્ષણોમાં કેવળી થયા. દેવોએ મહિમા કર્યો. સુવર્ણના કમળ પર બેસાડ્યા ને કેવળીએ ધર્મદેશના આપી. તેથી બંતરી પણ સમ્યકત્વ પામી ને પંડિતા પ્રતિબોધ પામી, બંને અંતે સદ્ગતિ પામ્યા. મુનિશ્રી પણ પ્રાંતે નિર્વાણ પામ્યા.
સુદર્શન શેઠની જેમ જેઓ બલાભિયોગની મોકળાશ હોવા છતાં સ્વધર્મની દઢતા રાખે છે. સમ્યકત્વમાં શ્રેષ્ઠ અને ધર્મની આસ્થાવાળા પુરવાર થાય છે, તેઓ સમ્યકત્વના સાચા ઉપાસક અને જગતમાં શ્રેષ્ઠ ગણાઈ સંપત્તિ અને ઉત્તમપદ (મોક્ષ) પામે છે.
૫૪
સમ્યક્ત્વની છ ભાવનાઓ મૂળ, ધાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ આ છ ઉપમાઓ દ્વારા છ પ્રકારે બોધિભાવના વિવેકી ને સમજુ આત્માઓ ભાવે છે. શ્રમણધર્મ અને શ્રાવક ધર્મને આ ભાવના ભાવિત કરે છે – અવિવાસિત કરે છે.
સમ્યકત્વ જ સર્વશદેશિત ધર્મરૂપી વૃક્ષનું મૂળ નિશ્ચલ હોવાથી જ સ્વર્ગ મોક્ષ આદિ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, આ સમકિતની પહેલી ભાવના. મોક્ષરૂપી નગરના પ્રવેશદ્વાર સ્વરૂપ સમ્યકત્વ છે. દરવાજા સિવાય જેમ નગરમાં ન પ્રવેશી શકાય તેમ સમક્તિ વિના મુક્તિ ન મેળવી શકાય, આ બીજી ભાવના. શ્રી જિનધર્મરૂપી વાહનની પીઠતુલ્ય સમક્તિ છે. પ્રતિષ્ઠાન એટલે પીઠ તેના આધારે જ વાહનનું અસ્તિત્વ સંભવિત હોય છે. તેમ ધર્મને સમ્યકત્વ સામર્થ્ય આપે છે. આ ત્રીજી ભાવનાના આધાર વગર કશું જ ઊભું રહી શકતું નથી, તેમ વિનયાદિ મહાનું ગુણોનો આધાર સમકિત છે. એ ચોથી ભાવના. કોઈ પણ પેય પદાર્થ ભાજન-વાસણ વગર રહી શકે નહીં. તેમ