________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
૧૮૧ દરવાજો સુદઢ ને એવો સુસ્થિર થશે કે બળીયો શત્રુ પણ એનો કાંકરો નહીં હલાવી શકે. અહીંનો અધિષ્ઠાયક કુપિત થયો લાગે છે.'
આ સાંભળી રાજા બોલ્યા- જીવઘાતનું કામ હું નહીં કરું. ગમે તેવા અપશુકન કે પરિણામની મને ચિંતા નથી. એવા આભૂષણ પહેરવાની કોઈ આવશ્યકતા નથી જે પહેરવાથી કાન જ તૂટી જાય. નીતિ પણ કહે છે કે જીવન, બળ અને આરોગ્યના અભિલાષી રાજાએ સ્વયં તો હિંસા ન કરવી પણ જો કોઈ બીજા કરતા હોય તો તેનું અવશ્ય નિવારણ કરવું જોઈએ.”
આમ કહી રાજા પાછા છાવણીમાં આવ્યા. વહેમી મંત્રી નગરના આગેવાનો અને બીજી કેટલીક વ્યક્તિઓને કહેવા લાગ્યો કે –“આ અપશુકન સૂચિત છે. તેના ઉપાય તરીકે નરબલિની વાત રાજાને કરી પણ તેમના ગળે તે ઉતરતી નથી. લાગે છે કે કોઈ મોટી આપત્તિ આવનાર છે. આ નગરનો નહીં પણ આખા દેશનો પ્રશ્ન છે. રાજ ચલાવવું છે ને હથિયાર ચલાવવું નથી. બોલો ભાઈઓ! તમારા આઘોષ પર બધું અવલંબે છે. પ્રજા ધારે તે કરી શકે. માટે તમે બધા જઈ રાજાને કહો કે આ ઉપદ્રવમાંથી બચવા નરબલિ આપો, પ્રજાના પ્રતિનિધિ ને આગેવાનોએ રાજાને બધી વાત કહી. પણ રાજાએ એ જ ઉત્તર આપ્યો કે “માણસ તો શું જાનવર પણ ન મરાય. આપણે કોઈના પ્રાણ જ લઈ લઈએ તો તેની પાસે બચે જ શું?” તેમણે કહ્યું-“રાજા આપને કાંઈ જ કરવાનું નથી. અમારા હિત માટે અમે જ બધું કરીશું. માત્ર તમે વિપ્ન ન નાખો.”
રાજાએ કહ્યું-“પ્રજાએ કરેલા પાપનો છઠ્ઠો ભાગ રાજાને મળે છે. કહ્યું છે કે, જેમ સત્કર્મનો ભાગ તેમ પ્રજાએ કરેલ દુષ્કર્મનો પણ છઠ્ઠો ભાગ રાજાને મળે છે. માટે હું અનુમતિ પણ ન આપી શકું.”
એક વાચાળ માણસે કહ્યું- તમને તો કાંઈ લેવાદેવા નથી. પણ અમે અમારા યોગક્ષેમ માટે કરીએ છીએ. ચોકખું કહીએ પણ છીએ કે આ પાપથી તમને કાંઈ લાગે વળગે નહીં. બધું પાપ અમે અમારા માથે લઈએ છીયે !' આમ ઘણા પ્રયત્ન એ લોકોએ રાજાને મૌન રહેવા વિવશ કર્યા. પછી પંચે ભેગા થઈ ઉઘરાણું કરી તેમાંથી સુવર્ણ પુરુષ બનાવ્યો. ગાડીમાં ગોઠવી નગરમાં ફેરવતા ઘોષણા કરાવી કે-જે માતા પોતાના પુત્રને પોતાના હાથે વિષપાન કરાવે અને પિતા પોતાના હાથે પુત્રનું ગળું કાપે તો તેને આ ક્રોડ રૂપિયાથી નિર્મિત સોનાનો પુરુષ આપવામાં આવશે.'
કેટલોક વખત આ ઘોષણા અને તેની ચર્ચા ચાલતી રહી પણ કોઈ સુવર્ણપુરુષ લેવા આગળ આવ્યું નહીં એવામાં તે જ ગામમાં રહેતા જન્મથી દરિદ્રી વરદત્ત નામના બ્રાહ્મણને તેની નિર્દય અને નિર્લજ્જ પત્નીએ સમજાવ્યું કે-“આપણને સાત સાત પુત્રો છે તે શા કામના? આ બધાના પોષણ પણ થતા નથી ને આપણું જીવન આમ ને આમ પરિશ્રમ કરવામાં જ જવા આવ્યું. એક પુત્ર જાય ને બદલામાં આખું કુટુંબ સુખી થાય એમ છે. તમે તો ગમે તેટલું કરશો તોય આ ભવમાં કાંઈ પૈસો ભાળવાના નથી. પત્નીની વાતમાં પતિ સહમત થયો અને તેમણે સહુથી નાના