________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૯૧
‘આ વયમાં સહેલાઈથી પતે, પાછલી વયમાં કઠિન પડે.' પોતાની જાતને કહેતો ‘ઓ જીવ ! આ દુઃખનો વિપાક તું સહન કરી લે. તું એમાંથી છૂટવા ફાંફા મારીશ અકળાઈને હાયવોય કરીશ, કે રોગ દૂર કરવાના ઉપાય-ઉપચાર કરીશ ! ને એમ કરતા રોગ ઉપશાંત કદાચ થશે તેથી કાંઈ વિપાક નિષ્ફળ જતો નથી. આ તો પાછો ઉદયમાં આવશે- અર્થાત્ સંચિત કર્મોનો નાશ ભોગવ્યા વિના થતો નથી. જીવ જ્યાં જશે ત્યાં કર્મ તો સાથે રહેવાના જ. માટે ભવિષ્યનો વિચાર કરી અહીં શાંતિથી સહી લે. કેમ કે સત્- અસત્તા પૃથક્કરણ કરવાની સમજણવાળો આ વિવેક પાછો તને પરભવમાં ક્યાં મળવાનો છે ?' આમ સહધર્મીની સેવા કરવા અને રોગથી છોડાવા શ્રીમંત શ્રાવકો સીધો-આડકતરો ઘણો પ્રયત્ન કરતાં. રોગદ્વિજ સાભાર ના પાડી દેતો. એના વડીલોએ ઘણો આગ્રહ કર્યો કે તું ચિકિત્સા કરાવ, નિમિત્ત વિના કાર્ય થતું નથી. ઉપચાર કરવો કાંઈ અપરાધ નથી, અમે આટલું કહીએ છીયે તો માનવું જોઈએ.' પણ દ્વિજ સરલતાથી આનંદપૂર્વક વાત ટાળી નાંખતો અને સમજાવતો કે આપણે બધું નિશ્ચિત કરીને અહીં જન્મ્યા છીયે,હવે ભવિષ્યનો- આવતા ભવનો પ્રબંધ કરો.' એની આવી સમજણ અને સાત્ત્વિક વૃત્તિના ઇન્દ્રે વખાણ કર્યા અને ઉમેર્યું કે રોગની વ્યથા તો વેઠ તે જ જાણે. ઉપચાર માટે ક્યાં ક્યાં જાય છે ? કેવાં કેવાં ઓડિયાં લે છે ? કેવું ખાય ને કેટ-કેટલું કરે છે ? છતાં આ રોગદ્વિજને કાંઈ કરવું નથી કેટલી શાંતિ !' આ સાંભળી સંદિગ્ધ થયેલા બે દેવ વૈદ્યનું રૂપ લઈ આવ્યા. ત્યાં પોતાની બડાઈના બણગા ફૂંક્યા કેવા કેવા અસાધ્ય રોગ પોતે સહેલાઈથી મટાડી શકે છે ને એનું નિદાન કેવું સચોટ ને તેની દવા કેવી રામબાણ ! એ બધું તો જણાવ્યું. ને વૈઘની સ્વસ્થતા ને સૌષ્ઠવ પણ એવા હતા કે તે જોઈ તેની વાત પર વિશ્વાસ થાય જ.
વૈધે આગળ ચલાવ્યું- ‘જો કે તમારા રોગો ઘણા જૂના ને ઘર કરી ગયેલા છે. છતાં જોતજોતામાં હું તમને સંપૂર્ણ સ્વસ્થ સુંદર અને સશક્ત બનાવી દઉં. તમારે રાતે સૂતી વખતે લેવા માંસ તેમજ થોડી મદિરાની જ વ્યવસ્થા કરવાની.' આ સાંભળતા જ અસ્થિર થઈ ગયેલો વિપ્ર બોલ્યો‘વૈઘરાજ ! એક સામાન્ય બ્રાહ્મણ પણ તમારી આ દુષ્ટ વાત નહીં સાંભળે, ત્યારે હું તો શ્રી જિનેન્દ્રદેવના ધર્મને પામેલો શ્રાવક છું. મારા શ્રીમંત ધર્મભાઈઓને નિર્દોષ ઔષધથી સ્વસ્થ કરવા મારા પર કેટલી બધી અંતરંગ ભક્તિ છે ! છતાં મેં ચોખ્ખી ના જ પાડી છે. નિર્દોષ ઔષધની પણ ના પાડનાર હું શું આવું નિષિદ્ધ આચરણ કરીશ ? તમે વૈદક જ જાણો છો કે ધર્મગ્રંથ પણ જાણો છો ? ધર્મગ્રંથમાં ચોખ્ખું લખ્યું છે કે, ‘મદિરા, માંસ, મધ અને છાશમાંથી બહાર કાઢેલા માખણમાં અગણિત સૂક્ષ્મ જીવોની ઉત્પતિ તેમજ વિનાશ થયા જ કરે છે. સાત ગામ બાળવાથી જે પાપ થાય તે માત્ર મધનું એક ટીપું ખાવાથી થાય.'
ધર્મલિપ્સાથી મોહિત જીવ શ્રાદ્ધમાં મધ આપે છે તે લંપટ ખાનારા સાથે ઘોર નરકમાં જાય છે. ઇત્યાદિ વાતો તો સ્થૂલ સમજવાળા લૌકિક શાસ્ત્રમાં પણ છે. તો પછી અતિસૂક્ષ્મ જેને